અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. વધારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગોમતીપુરમાં એક ચાલીની બહાર બેઠેલા લોકો પર 4 શખ્સોએ આવીને કાચની બોટલ ફોડી હતી. ત્યાર બાદ છરીના ઘા માર્યા હતા. ત્યારે અન્ય વ્યક્તિ છોડાવવા વચ્ચે પડ્યો હતો. જો કે વચ્ચે પડેલા વ્યક્તિને રિવોલ્વરમાંથી ગોળી વાગતા માથામાં ગોળી વાગી હતી. સારવાર દરમિયાન આ વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ મુદ્દે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.
ADVERTISEMENT
ગોમતીપુરમાં ગજરા કોલોની પાસે રાત્રે ધિંગાણુ
ગોમતીપુરમાં ગજરા કોલોની પાસે મહેશ ઉર્ફે સુલતાન અને તેના મિત્રો 16 સપ્ટેમ્બરે રાત્રીના સમયે ભાવેશ સોલંકી પર મહેશ ઉર્ફે સુલતાન અને તેના મિત્રોએ 16 સપ્ટેમ્બરની રાત્રે હૂમલો કર્યો હતો. જો કે ત્યારે ભાવેશ ઘરે જતો રહ્યો હતો.17 સપ્ટેમ્બરે વિશાલ પરમાર, ભાવેશ સોલંકી, હિતેશ વાઘેલા, જીતેન્દ્ર તથા ચાલીના અન્ય લોકો બેઠા હતા ત્યારે સુલતાને ફોન કરીને ભાવેશને મારી નાખવાની ધમકી આપીહતી.
અચાનક આવીને હૂમલો કરતા લોકોમાં નાસભાગ
અચાનક તે ક્યાંકથી ધસી આવ્યો અને તેના હાથમાં રહેલી પ્રવાહીની બોટલ ફેંકી હતી. જેથી લોકો ગભરાયા હતા. દરમિયાન જીતેન્દ્ર નામની વ્યક્તિ પટકાતા ધમા અને અન્ય 2 લોકોએ તેના પગના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જીતેન્દ્રને છોડાવવા વિશાલ અને હિતેશ વાઘેલા વચ્ચે પડ્યા હતા. ત્યારે અચાનક ધમા નામના વ્યક્તિએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું હતું.
છોડાવવા માટે પડેલા વ્યક્તિ પર ફાયરિંગ થતા, મોત નિપજ્યું
હિતેશ વાઘેલા નામના વ્યક્તિને માથામાં ગોળી વાગી ગઇ હતી. ફાયરિંગ બાદ આ લોકો ફરાર થઇ ગયા હતા. હિતેશને સારવાર માટે એલજી હોસ્પિટલ લઇ જવાયો જો કે ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાલ તો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ધમા અને સુલતાન સહિતનાં લોકોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. આ ઉપરાંત રિવોલ્વર ક્યાંથી લાવ્યા તે અંગેની તપાસ પણ આદરી છે.
ADVERTISEMENT