ભુવનેશ્વર : ઓરિસ્સાના સ્વાસ્થય મંત્રી નાબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બૃજરાજનગર નજીક જીવલેણ હુમલો થયો હતો. તેમને ગાંધીચોક નજીક એક પોલીસ કર્મચારીએ ગોળી ધરબી દીધી હતી. ત્યાર બાદ તેમને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છા. નાબા દાસ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા.
ADVERTISEMENT
નાબા દાસ કાર્યક્રમમાંથી બહાર નિકળ્યા તે સાથે જ ગોળીબાર
કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચેલા સ્વાસ્થય મંત્રી નાબા દાસ જ્યારે પોતાની ગાડીમાંથી બહાર નિકળ્યા ત્યારે ASI દ્વારા તેમના પર ફાયરિંગ કરાયું હતું. જો કે પોલીસ કર્મચારીએ તેમના પર ફાયરિંગ શા માટે કર્યું તેનું કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. ઘટના બાદ નાબા દાસને હોસ્પિટલમાં દાખલ કરાવાયા છે. આ ઘટના બાદ બીજદ કાર્યકર્તાઓ ધરણા પર બેસી ગયા, ત્યાર બાદ ઘટના સ્થળ પર તણાવ જોવા મળી રહ્યો છે.
નાબા દાસ કોંગ્રેસમાંથી બીજદમાં જોડાયા અને દિગ્ગજ નેતા મનાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે, નાબા દાસ પર આ હુમલો પૂર્વ આયોજીત હતો કારણ કે મંત્રીને કથિત રીતે નજીકથી ગોળી મારવામાં આવી હતી. આ ઘટનાએ એકવાર ફરીથી સુરક્ષા પર ગંભીર સવાલો ઉઠ્યા છે. કારણ કે નાબા દાસને પોલીસ સુરક્ષા પણ પ્રાપ્ત હતી. ઓરિસ્સાના કેબિનેટ મંત્રી પર ફાયરિંગ કરનાર પોલીસ કર્મચારીની ઓળખ ગોપાલ દાસ તરીકે થઇ છે. જે ગાંધીચોકમાં એએસઆઇ છે. ગોપાલ દાસે પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી નાબા દાસ પર 4 થી 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જો કે તત્કાલ કાર્યકર્તાઓએ તેને ઝડપી લીધો હતો. હાલ તેની પુછપરછ ચાલી રહી છે. બીજી તરફ સ્વાસ્થય મંત્રીનું પોતાનું સ્વાસ્થ ગંભીર છે. તેમને ભુવનેશ્વર લઇ જવા માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT