ગારીયાધાર : ગુજરાતની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યા છે. ભાજપે ન ભુતો ન ભવિષ્યતી વિજય પ્રાપ્ત કર્યો છે. વિધાનસભા ચૂંટણીમાં જો કે પાંચ આપના ધારાસભ્યો પણ ચુંટાઇને આવ્યા છે. જે પૈકીના એક નેતા એટલે સુધીર વાઘાણી. સુધીર વાઘાણી ભાજપના દિગ્ગજ નેતાને પરાજીત કરીને જીત પ્રાપ્ત કરી હતી. કેશુભાઇ નાકરાણી દિગ્ગજ નેતા હોવા ઉપરાંત સિટીંગ એમએલએ પણ હતા.
ADVERTISEMENT
જો કે સુધીર વાઘાણીના વિજય બાદ કલાકો સુધી ભવ્ય આતશબાજી થઇ હતી. કલાકો સુધી ગારિયાધાર ઝગમગતું રહ્યું હતું. મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા. કાર્યકરો એક સાથે ફટાકડા ફોડતા ગારીયાધાર ઝગમગવા લાગ્યું હતું. લોકો પણ પોતાના નેતાને જોવા માટે જોવા માટે મોટી સંખ્યામાં રોડ પર ઉમટી આવ્યા હતા. ડીજેના તાલે હજારો લોકો ઝુમી રહ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં ગારીયાધાર વિધાનસભા બેઠક પર AAP ના સુધીર વાઘાણીએ 4819 મતથી જીત મેળવી હતી. ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ નાકરાણી અને કોંગ્રેસ નેતા દિવ્યેશ ચાવડાને પરાજીત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગારિયાધાર બેઠક પર 60.83 ટકા મતદાન થાય છે.
ADVERTISEMENT