ખેડામાં જિલ્લા કલેક્ટરના બંગ્લોમાં આગની ઘટના, ભર બપોરે અચાનક ACમાં થયો બ્લાસ્ટ

Kheda News: ગુજરાતમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી હોય તેવી સ્થિતિ છે. ગરમીના કારણે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. આ વચ્ચે ખેડામાં જિલ્લા કલેક્ટરના બંગલામાં આગ લાગવાની દુર્ઘટના ઘટી છે.

Kheda Collector

Kheda Collector

follow google news

Kheda News: ગુજરાતમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી હોય તેવી સ્થિતિ છે. ગરમીના કારણે આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે. આ વચ્ચે ખેડામાં જિલ્લા કલેક્ટરના બંગલામાં આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. સરકારી બંગલોમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. જોકે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગની જાણ થતા જ ફાયરની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ACમાં બ્લાસ્ટ થતા રૂમમાં લાગી આગ

વિગતો મુજબ, ખેડાના જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના બંગલામાં આગ લાગવાની ઘટના બની હતી. નડિયાદના પિજ રોડ પર કલેક્ટરનો સરકારી બંગલો આવેલો છે. જેમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો. જોકે બ્લાસ્ટમાં કોઈ જાનહાનિની ઘટના બની નહોતી. આગના કારણે રૂમમાં ફર્નીચરમાં આગ લાગી ગઈ હતી. ઘટનાને લઈને નડિયાદ ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો. તો મામલતદાર, મુખ્ય અધિકારી સહિત ખેડા જિલ્લા કલેક્ટર પણ બંગલા પર પહોંચી ગયા હતા. 

(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
 

    follow whatsapp