નર્મદાઃ છોટા ઉદેપુરમાં આવેલા પાંજરાપોળ ખાતે આજે મંગળવારે એક મોટી આગની ઘટના બની હતી. અહીં એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ હતી. આ આગ લાગતા જ સ્થાનીકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
સુરતઃ બે કાર વચ્ચે ટક્કર, ફાયરની ટીમે કારમાં ફસાયેલી મહિલાને રેસ્ક્યું કરી બાહર કાઢી- Video
ભંગારમાં પ્લાસ્ટીક સળગતા આગ વધુ વિકરાળ બની
પાંજરાપોળ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આજે મંગળવારે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે આગ કયા કારણસર લાગી હતી હજુ તે સામે આવ્યું નથી. આગ એટલી ભયાનક હતી કે તેના ધૂમાડા કિલોમીટરો દૂરથી પણ જોઈ શકાતા હતા. અહીં પ્લાસ્ટિકનો ભંગાર વધારે હોઈ આગ વધુ વિકરાળ બની હતી. આગ લાગવાની જાણકારી મળતા જ આસપાસના સ્થાનીકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ તરફ માહિતી મળતા ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો. આસપાસ રહેણાંક વિસ્તાર હોવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આખરે ફાયર વિભાગ દ્વારા આગને ભારે જહેમત બાદ કાબૂમાં કરી લેવાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT