VIDEO: મોરબીમાં પેપર મીલમાં લાગી ભીષણ આગ, ગઈકાલ સાંજથી બેકાબુ

મોરબીઃ મોરબીના નવાગામ ખાતે આવેલી એક પેપરમીલમાં ગત સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. આ પેપરમિલ હોવાને કારણે સળગી શકે તેવો સામાન અહીં મોટી માત્રામાં…

મોરબીના નવાગામ ખાતે આવેલી એક પેપરમીલમાં ગત સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. આ પેપરમિલ હોવાને કારણે સળગી શકે તેવો સામાન અહીં મોટી માત્રામાં હતો.

મોરબીના નવાગામ ખાતે આવેલી એક પેપરમીલમાં ગત સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. આ પેપરમિલ હોવાને કારણે સળગી શકે તેવો સામાન અહીં મોટી માત્રામાં હતો.

follow google news

મોરબીઃ મોરબીના નવાગામ ખાતે આવેલી એક પેપરમીલમાં ગત સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. આ પેપરમિલ હોવાને કારણે સળગી શકે તેવો સામાન અહીં મોટી માત્રામાં હતો. સ્થિતિને સમજી ગયેલું ફાયર વિભાગ તુરંત મોટી તૈયારીઓ સાથે અહીં દોડી આવ્યું હતું. જોકે સતત પાણીનો મારો ચલાવવાથી લઈને વિવિધ તરકીબો અપનાવવા છતા આગ એટલી ભયાનક ફેલાઈ હતી કે ગઈકાલ સાંજથી અત્યાર સુધી (આ લખાય છે ત્યાં સુધી) આગ પર કાબુ મેળવી શકાયો નથી.

Gujarat weather: ગરમી અને માવઠા અંગે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ફરી કરી આગાહી, જાણો શું કહ્યું

રાજકોટ-મોરબીના ફાયર ફાઈટર કામે લાગ્યા
મોરબીમાં નવાગામ રોડ પર આવેલી એક પેપરમિલમાં રવિવારે સાંજે અચાનક આગ લાગી ગઈ હતી. જોકે આ આગ કયા કારણસર લાગી હતી તેની જાણકારી હજુ સામે આવી નથી. નવાગામ રોડ પર આવેલી સોમનાથ પેપરમિલમાં આ આગ લાગી હતી. આ આગની ઘટના એટલી મોટી બની ગઈ હતી કે આગને કાબુ કરવા માટે મોરબી અને રાજકોટના ફાયર ફાયટર કામે લગાવવા પડ્યા હતા. ગઈકાલ સાંજથી લાગેલી આ આગ હજુ સુધી બેકાબુ બની છે.

(ઈનપુટઃ રાજેશ આંબલિયા)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp