ફોરેસ્ટ એરિયાના 400 વિઘા વિસ્તારમાં લાગી આગ, ફાયર બ્રિગેડે મહામહેનત કાબુમાં લીધી

પોરબંદરઃ ખાગશ્રી ગામ ખાતે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ આગ લગભગ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ લાગી હતી. લગભગ…

gujarattak
follow google news

પોરબંદરઃ ખાગશ્રી ગામ ખાતે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ આગ લગભગ મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ લાગી હતી. લગભગ 400 વિઘા વિસ્તાર આગની ઝપેટમાં આવી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે આગની જ્વાળાઓ જોઈને તાત્કાલિક ફાય બ્રિગેડની ટીમને સતર્ક કરી દેવામાં આવી હતી. ત્યારપછી ફાયર બ્રિગેડની ટીમે સતત આગ બુઝાવવા માટેના પ્રયત્નો હાથ ધરી દીધા હતા.

ફોરેસ્ટ વિભાગના મોટા એરિયામાં આગની ઘટના..
નોંધનીય છે કે પોરબંદરના ખાગશ્રી ગામ ખાતે મોડી રાત્રે 2 વાગ્યે આગ લાગી હતી. અહીં લગભગ 400 વિઘા વિસ્તારમાં આગ આ પ્રસરી હોવાની માહિતી મળી રહી છે. ત્યારપછી આગ પર કાબૂ મેળવવા માટે લગભગ 4 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એટલું જ નહીં તેમણે અહીં મહામહેનતે પ્રસરેલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

With Inputs: અજય શીલુ

    follow whatsapp