અમરેલી નજીક ઓઇલ મિલમાં આગ ભભૂકી ઉઠી, આગને કારણે ઓઇલ મિલમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન

અમરેલી: રાજ્યભરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા…

gujarattak
follow google news

અમરેલી: રાજ્યભરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલી જિલ્લામાં આગની વધુ એક ઘટના સામે આવી છે. અમરેલી તાલુકાના વિઠ્ઠલપુર ખંભાળિયા વચ્ચે સીંગની મિલમા આગ ભભૂકી ઉઠી. વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ઓઇલ મિલમાં આગની ઘટનાના સમાચાર મળતા જ અમરેલી ફાયર ટીમને કરતા અમરેલી ફાયર ઓફિસર સહિત ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો સતત મારો ચલાવી રહ્યા છે. જ્યારે આગ વિકરાળ હોવાને કારણે કલાકો સુધી પાણીનો મારો રાખવામાં આવ્યો હતો.

ઉનાળાની શરૂઆતથી આગના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આજે અમરેલી તાલુકામાં ઓઇલ મિલમાં આગની ઘટના સામે આવી છે. અમરેલી તાલુકામાં આવેલ વિઠલપુર ખભાળિયા વચ્ચે ઓઇલ મિલમાં વહેલી સવારે 5 વાગ્યા આસપાસ આગ કોઈ કારણોસર લાગતા આગ એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આગની જાણ અમરેલી ફાયર ટીમને કરતા અમરેલી ફાયર ઓફિસર સહિત ફાયર ફાઈટર કાફલો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો સતત મારો ચલાવી રહ્યા છે જ્યારે આગ વિકરાળ હોવાને કારણે કલાકો સુધી હજુ આગ કાબુમાં આવી નથી.

આ પણ વાંચો: નકલી PSI મયુર તડવી કેસમાં મોટા સમાચાર, પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા

આગ લગવાનું કારણ અકબંધ
આગની ઘટનાને લઈ ઓઇલ મિલમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આગ લગવાનું કારણ હજુ અકબંધ છે. ઓઇલ મિલમાં લાગેલી આગની ઘટનાથી તંત્ર દોડતું થયું છે. આ દરમિયાન 5 કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવ્યો છતાં આગ પર કાબૂ લેવામાં નથી આવ્યો. ત્યારે આગની ઘટનાને લઈ મિલમાં ભારે નુકશાન થયું છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

(વિથ ઈનપુટ: હિરેન રવૈયા, અમરેલી )

    follow whatsapp