Rajkot Fire LIVE Updates: રાજકોટમાં અગ્નિકાંડમાં એક મોટો ખુલાસો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર આ વાત

Rajkot Game Zone Fire Live News Updates: રાજકોટમાં ગેમ ઝોનમાં એક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગને કારણે 24 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે

Rajkot Fire LIVE Updates

Rajkot Fire LIVE Updates

follow google news

Rajkot Game Zone Fire Live News Updates:  રાજકોટમાં ગેમ ઝોનમાં એક ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. TRP ગેમઝોનમાં લાગેલી વિકરાળ આગને કારણે  24 લોકોના મોત થયાની ઘટના સામે આવી છે. આગની એટલી ભીષણ હતી કે, તેને કાબુમાં લેવા મોટી સંખ્યામાં ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. ફાયર સેફ્ટીના સાધનોમાં ખામી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 11:47 PM • 25 May 2024
    આગમાં મૃત્યઆંક વધ્યો

    રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આગમાં મૃત્યઆંક વધ્યો છે. હાલ આ આંકડો 28એ પહોંચ્યો છે.

  • 11:24 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી

    રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી,

    શહેર SOG પોલીસ દ્વારા 5 લોકોની અટકાયત કરવામાં આવી 

    માલિક યુવરાજસિંહ સોલંકી અને બે મેનેજર યજ્ઞેશ પાઠક અને નીતિન જૈન સહીત 10 લોકોની અટકાયત કરવામાં આવી

    પોલીસ દ્વારા હજુ પણ મિસિંગ લોકોની યાદી મેળવવામાં આવી રહી છે,

    કુલ 35 થી 40 લોકો કામ કરતા હતા તર પૈકી મિસિંગ કેટલા તેની પણ યાદી બનાવવામાં આવી રહી છે,

    પોલીસની પ્રાથમિક પુછપરછમાં ગેમઝોનમાં શેડ ખાતે વેલ્ડિંગ કામ ચાલુ હતું જેમાં સ્પાર્ક થવાના કારણે મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે

  • 11:14 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: રાહુલ ગાંધીએ દુખ વ્યક્ત કર્યું

     

  • 10:33 PM • 25 May 2024
    સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતા હેઠળ SIT ની રચના

    IPS સુભાષ ત્રિવેદી અને અમદાવાદના ફાયર ઓફિસર તથા અન્ય બે અધિકારીઓનો SIT માં સમાવેશ કરવામાં આવે એવી શક્યતા છે. આ તમામ અધિકારીઓ રાજકોટની મુલાકાતે જશે.

  • 10:20 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: વધુ બેના મૃતદેહ હોસ્પિટલ પહોંચ્યા

    વધુ બે મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા, કુલ મૃત્યુઆંક 26

  • 10:15 PM • 25 May 2024
    અમિત શાહે ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

     

  • 10:07 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: રાજકોટમાં અગ્નિકાંડ મોટો ઘટસ્ફોટ

    રાજકોટ TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગમાં એક મોટો ખુલાસો થયો છે. શહેર વચ્ચે આવેલ ગેમઝોન પાસે ફાયર NOC જ ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનો ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્વીકાર કર્યો છે.
     

  • 10:04 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: ચારની અટકાયત કરી

    યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ જેમાંથી મેનેજર નિતીન જૈન અને માલિક યુવરાજ સોલંકી નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે.


     

  • 10:01 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates

    રાજ્યમાં તમામ ગેમ ઝોનની તપાસણી  કરવા તેમજ ફાયર સેફ્ટી પરમિશન વિના ચાલતા ગેમ ઝોન  બંધ કરાવવા રાજ્યના પોલીસ મહાનિદેશકશ્રીએ પોલીસ કમિશનરશ્રીઓ અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને સૂચના આપી છે.
    આ કાર્યવાહી  મહાનગપાલિકાઓ તથા નગરપાલિકાઓના  ફાયર ઓફિસર અને સ્થાનિક તંત્રના સંકલનમાં  રહીને કરવા પોલીસ મહાનિદેશક દ્વારા જણાવવામાં આવ્યું  છે.
    રાજકોટ શહેરમાં ગેમ ઝોન આગ દુર્ઘટનાને પગલે આ સૂચનાઓ આપવામાં આવી છે.

  • 09:59 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: શરમ કરો સરકાર! આ અગ્નિકાંડ નહીં હત્યાકાંડ!

     

  • 09:55 PM • 25 May 2024
    Rajkot Fire LIVE Updates: રાજકોટમાં આગ બાદ ગેમ ઝોનની સ્થિતિ શું?

     

  • 09:53 PM • 25 May 2024
    મૃતકોને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય


    રાજકોટના અગ્નિકાંડમાં 24 લોકોના જીવ હોમાયા છે. આ ઘટનાને પગલે ગુજરાત સરકારે મૃતકોને 4 લાખ તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર કરવામાં આવી છે. તેમજ આ બનાવની તપાસ માટે SITની રચના કરી છે.

  • 09:51 PM • 25 May 2024
    PM મોદીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું

     

  • 09:50 PM • 25 May 2024
    શક્તિસિંહે ભાજપ પર કર્યા પ્રહાર

     

  • 09:48 PM • 25 May 2024
    સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઈનો

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 24 મૃતદેહ પહોંચી ગયો છે. મૃતકોમાં મોટાભાગના બાળકો છે. રાજકોટમાં TRP ગેમઝોનમાં ભયંકર આગ લાગવાની ઘટનાને સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. 
     

  • 09:46 PM • 25 May 2024
    પરશોત્તમ રુપાલા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યું
     

     

  • 09:43 PM • 25 May 2024
    કાળમુખો સંયોગ
  • 09:43 PM • 25 May 2024
    CM ભૂપેન્દ્ર પટેલનો મોટો આદેશ

    Rajkot Fire Updates: રાજકોટ ગેમ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે

     

follow whatsapp