ગાંધીનગર : ગૌણસેવાપસંદગી મંડળના કાર્યાલયમાં આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીનગરના કર્મયોગી ભવનમાં આવેલી ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસના બ્લોક-2 ના પહેલા માળે આગ લાગી ગઇ હતી. ગૌણસેવા પસંદગી મંડળની ઓફીસમાં આગ લાગતા કર્મચારીઓમાં ભાગદોડ મચી ગઇ હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા પણ કર્મચારીઓને બહાર કઢાયા બાદ આગ પર કાબુ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
ઘટના અંગે માહિતી મળતાની સાથે ફાયર, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બીજી તરફ આગની ઘટના બનતા આસપાસના બ્લોકમાં કામ કરતા સરકારી કર્મચારીઓ સહિતના સેંકડો લોકો એકત્ર થયા હતા. જો કે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હોવાની દાવો કરવામાં આવ્યો છે. જો કે સ્ટ્રોંગ રૂમ સુરક્ષીત હોવાનો દાવો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉત્તરવહીઓને કોઇ પણ પ્રકારનું નુકસાન નહી થયું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી જે પરિક્ષાઓનું આયોજન જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી તેની તમામ ઉત્તરવહીઓ અને સામાન સુરક્ષીત હોવાનો દાવો ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT