મહેસાણા: કેનેડાથી ગેરકાયદેસર અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા ગુજરાતના એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. ખરાબ વાતાવરણમાં એજન્ટ દ્વારા 8 લોકોને બોર્ડર ક્રોસ કરાવવામાં આવી રહી હતી. જેમાં મહેસાણાના 4 સભ્યોના મોત થયા હતા. હવે આ મામલે મહેસાણાના વસાઈ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા 4 ગુજરાતીના મોત
કેનેડાથી અમેરિકામાં ઘુસણખોરી કરતા લોરેન્સ નદીમાં મહેસાણાનો પરિવાર ડૂબી ગયો હતો. ઘટનામાં 1 મહિના પહેલા મહેસાણાના વસાઈ માણેકપુરાના ચૌધરી પરિવારનું મોત થયું હતુ. એવામાં હવે વસાઈ પોલીસે ફરિયાદ નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈ દ્વારા નોંધાવાયેલી ફરિયાદમાં વડાસણના નિકુલસિંહ વિહોલ, સચિન વિહોલ તથા વિસનગરના અર્જુનસિંહ ચાવડાનો ઉલ્લેખ છે. જેમા કહેવાયું છે કે, આ લોકોએ રૂ.60 લાખમાં તેમના ભાઈના પરિવારને અમેરિકા-કેનેડા બોર્ડર ક્રોસ કરાવવાની ડીલ કરી હતી.
ટેક્સીમાં બેસીને બોર્ડર ક્રોસ કરાવાની હતી
આ ડીલમાં કેનેડાથી ટેક્સીમાં બોર્ડર ક્રોસ કરાવવાની વાત હતી, પરંતુ બાદમાં પૈસા લઈને ખરાબ હવામાન હોવા છતા હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવી હતી. દરમિયાન નદીમાં બોટ પલટી જતા તેઓ ડૂબી ગયા અને તેમના મોત નિપજ્યા હતા. ત્યારે હવે સમગ્ર મામલે કેનેડાથી અમેરિકા જવા માટે પરિવારને કોણ મદદ કરી રહ્યું હતું, તથા એજન્ટ સાથે બીજું કોણ જોડાયેલું છે તે મામલે તપાસ કરવામાં આવશે.
ADVERTISEMENT