AAP નેતા ઈસુદાન ગઢવી સામે FIR નોંધાઈ, PM મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ પર કર્યું હતું ટ્વીટ

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બે દિવસ પહેલા કરેલા એક ફેક ટ્વીટ બાદ હવે સાબયર ક્રાઈમ…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. બે દિવસ પહેલા કરેલા એક ફેક ટ્વીટ બાદ હવે સાબયર ક્રાઈમ બાન્ચમાં ઈસુદાન ગઢવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈસુદાને PM મોદીના મન કી બાત કાર્યક્રમના ખર્ચ પર એક ટ્વિટ કર્યું હતું. બાદમાં આ ટ્વિટને ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. જે બાદ હવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

ઈસુદાન ગઢવીએ શું ટ્વીટ કર્યું હતું?
ઈસુદાન ગઢવીએ PM મોદીના મન કી બાત કાર્યક્રમ પર થતા ખર્ચને લઈને ટ્વિટ કર્યું હતું. જેમાં કહેવાયું હતું કે, “મન કી બાતનો એક દિવસનો ખર્ચ 8.3 કરોડ છે બોલો! 100 એપિસોડના 830 કરોડ તો ખાલી મન કી બાત કરવામાં આપણા ટેક્સના ફૂંકી માર્યા! હવે તો હદ થાય છે! ભાજપના કાર્યકરોએ જાગીને આ અંગે વિરોધ કરવાની જરૂર છે! મોટા ભાગે એ જ સાંભળે છે!”

PIBએ દાવો ખોટો હોવાનું જણાવ્યું હતું
કેન્દ્ર સરકારના પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ AAP નેતા ઈસુદાન ગઢવીને આ ટ્વીટનું ફેક્ટચેક કર્યું હતું. જેમાં PIBએ આ દાવો ભ્રામક હોવાનું અને તેમાં વાસ્તવિકતા ન હોવાનું જણાવ્યું હતું.

    follow whatsapp