Gujarat Budget 2024-25: આજે નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે ‘બજેટ’, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાતોની સંભાવના

નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ મહિલાઓ અને યુવાઓ માટે થઈ શકે છે જાહેરાતો આરોગ્ય, શિક્ષણ, કૃષિ પર મુકાઈ શકે છે ભાર Gujarat Budget 2024:…

gujarattak
follow google news
  • નાણામંત્રી કનુભાઈ દેસાઈ રજૂ કરશે બજેટ
  • મહિલાઓ અને યુવાઓ માટે થઈ શકે છે જાહેરાતો
  • આરોગ્ય, શિક્ષણ, કૃષિ પર મુકાઈ શકે છે ભાર

Gujarat Budget 2024: ગઈકાલે મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ થયા બાદ આજે શુક્રવારે ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ થવા જઈ રહ્યુ છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે. એવું મનાઈ રહ્યું છે કે, આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકાર પાછલા વર્ષોની સરખામણીએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરી શકે છે. આજે રજૂ થનારા બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો થઇ શકે છે

બજેટનું કદ 3.30 લાખ કરોડ રહેવાની શક્યતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2024-25ના બજેટનું કદ વધી શકે છે. વર્ષ 2024-25ના બજેટનું કદ 3.30 લાખ કરોડની આસપાસ રહેવાની શક્યતા છે. બજેટમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. આપને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વર્ષે 3.01 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટમાં સરકારે અને વિકાસલક્ષી અને સામાન્ય અને મધ્યમ વર્ગને રાહત આપતી અનેક જાહેરાતો કરી હતી.

પેપરલેશ બજેટ રજૂ કરશે નાણામંત્રી

નાણાં મંત્રી પેપરલેસ બજેટ રજૂ કરશે એટલે કે તેઓ ટેબ્લેટમાંથી બજેટ રજૂ કરશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાના કારણે રાજ્ય સરકાર આ બજેટમાં મોટી મહત્વની જાહેરાતો કરી શકે છે. બજેટ વિકસિત ભારત @2047 નો રોડમેપ દર્શાવતું હશે તેમ મનાઇ રહ્યું છે.

    follow whatsapp