ગાંધીનગર : રાજ્યમાં કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાના રાજ્ય સરકારના નિર્ણયનો TET-TAT પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યાં છે. સરકારે જ્ઞાન સહાયક યોજના હેઠળ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા ત્રણથી ચાર મહિનાઓથી ઉમેદવારો આ યોજનાનો વિરોધ કરી રહ્યાં હતા. ઉમેદવારોની માંગ છે કે, સરકાર કાયમી શિક્ષકોની ભરતી માટેની માંગ કરી રહ્યા છે. કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાથી શિક્ષકો અને બાળકોના ભવિષ્ય પર અસર પડ્શે તેવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
ADVERTISEMENT
આખરે લોકશાહીની જીત થઇ
ઉમેદવારોના રાજ્યભરમાં પ્રબળ વિરોધ અને રોષ સરકારે જોયા બાદ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રોષને ખાળવા માટે સરકારે આજે મોડી રાત્રે વિદ્યા સહાયકની કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યા સહાયકોની 5360 જગ્યાઓ પૈકી 2600 જગ્યાની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચુકી છે જ્યારે બાકીની 2750 જગ્યાઓ ભરવાની મંજુરી આપવામાં આવે છે. આગામી સમયમાં આ ભરતી કરવામાં આવશે. જોકે આ ભરતી ક્યારે કરવામાં આવશે તેની તારીખ અંગે સરકાર દ્વારા કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
યુવરાજસિંહ ભરતી અંગે શું સ્પષ્ટતા કરી
રાજ્ય સરકારના આ નિર્ણય અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ગુજરાત તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, જ્ઞાન સહાયક યોજના વિરોધ અને ઉમેદવારોમાં રોષ જોતા રાજ્ય સરકારે આ ટુકડો ફેંક્યો છે. 2750 જગ્યાઓની ભરતીની મંજુરી આપવામાં આવી તેની જગ્યાએ 10 હજાર જગ્યા માટેની ભરતી કરવામાં આવવી જોઈતી હતી કારણ કે શિક્ષકોની ઘટ છે તે ખુબ જ વધારે વિધાનસભાના ફ્લોર પર જાહેર આંકડાઓ પ્રમાણે 38 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે. હાલના દિવસોમાં આશરે 17 હજાર જેટલા શિક્ષકો નિવૃત્ત થયાં એમ કુલ આશરે 55 હજાર જગ્યાઓ ખાલી છે. જેમાંથી 20 હજાર જગ્યાઓ જ્ઞાન સહાયક તરીકે ભરી અને બાકીની 35 હજાર જગ્યાઓની સામે માત્ર 2750 જગ્યાઓ ભરવાનો નિર્ણય ટુકડો ફેંકવા સમાન છે. વાસ્તવમાં 10 હજાર જગ્યા ભરવાની જાહેરાત કરવી જોઈતી હતી. સરકારનો આ નિર્ણય આંશિક સ્વિકાર્ય છે. પરંતુ આ કિસ્સામાં કેટલાકને ગોળ અને કેટલાકને ખોળ જેવી સરકારી નીતિ સ્પષ્ટ થઇ રહી છે.
ADVERTISEMENT