Filmfare Award 2024 : ગિફ્ટ સિટીમાં યોજાશે ફિલ્મફેર એવોર્ડ, આ તારીખે ગાંધીનગરમાં થશે સેલેબ્સનો જમાવડો

Gandhinagar Gift City : ગુજરાતમાં આગામી 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટસિટી ખાતે યોજાશે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારોનો ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે જમાવડો…

gujarattak
follow google news

Gandhinagar Gift City : ગુજરાતમાં આગામી 28 જાન્યુઆરીના રોજ ગિફ્ટસિટી ખાતે યોજાશે ફિલ્મફેર એવોર્ડ 2024 ફંકશન યોજાશે. બોલીવુડના ખ્યાતનામ કલાકારોનો ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે જમાવડો થશે. અગાઉ ફિલ્મફેર એવોર્ડનું આયોજન મહાત્મા મંદિરમાં થવાનું હતું એવી ચર્ચાએ જોર પકડયું હતું. પરંતુ હવે દારૂબંધીમાંથી મુક્તિ આપ્યા બાદ એવોર્ડનું આયોજન ગિફ્ટ સિટી ખાતે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ અને ગુજરાતની સંસ્કૃતિ વચ્ચેના આદાનપ્રદાનને વધુ સૃદઢ અને સરળ બનાવવાની સાથે ફિલ્મઉદ્યોગનું ગુજરાતમાં રોકાણ થાય હેતુસર ફિલ્મફેર એવોર્ડ સમારોહ આયોજીત કરવામાં આવ્યો છે.

દેશ-દુનિયામાં ‘ગિફ્ટસિટી’નો વાગશે ડંકો

ગિફ્ટસિટીમાં આ પ્રકારે ફિલ્મ ફેર એવોર્ડના આયોજનથી સમગ્ર દેશ-દુનિયામાં માર્કેટિંગ કરવા ગુજરાત ટુરિઝમે પ્રયાસ કર્યો છે. ગિફ્ટસિટીમાં બૉલીવુડના ખેલાડી કુમાર એટલે કે અક્ષયકુમારે લકઝુરિયસ એપાર્ટમેન્ટ બુક કરાવ્યુ છે. હજુ મોટો ભાગના ફિલ્મ કલાકારો પણ ગિફ્ટસિટીમાં રોકાણ કરવામાં રસ દાખવે છે.

પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના MoU હસ્તાક્ષર પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ-વ્યાપાર માટે દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બનેલું ગુજરાત હવે ‘બેસ્ટ એન્ટરટેઇન્મેંટ ઇન્વેસ્ટમેન્ટ’ માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે. તેમજ ગુજરાતની ‘મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકેની છાપ મજબૂત થશે. મુખ્યમંત્રીએ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાત પોતાની વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ MoU મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.

    follow whatsapp