સુરત : આપ ઉમેદવારની ગાડીમાંથી 20 લાખ રૂપિયા છિનવવા મુદ્દે યુવકનો પીછો કરીને છોડાવાયેલા રૂપિયા પોલીસે કેસ દાખલ કરીને આવકવેરા વિભાગને માહિતી આપી હતી. ગુજરાતના બારડોલી શહેરમાં બનેલી ઘટના મુદ્દે એક મોટો ખુલાસો થયો છે. જેના અનુસાર શું પૈસા બારડોલીથી આમ આદમી ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીના છે. રાજેન્દ્ર સોલંકીની ફરિયાદ અંગે પોલીસે કેસ દાખલ કરીને તપાસ આદરી છે. બીજી તરફ આટલી મોટી રકમ ક્યાંથી આવી તે મુદ્દે આવકવેરા વિભાગે પણ હવે આ મુદ્દે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
હાલ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યા છે
મોબાઇલ કેમેરાથી લેવાયેલી તસ્વીર છે ગુજરાતના બારડોલી વિસ્તારની છે જ્યાં એક સ્પોર્ટ બાઇક ચાલક ચીલ ઝડપ કરીને ફરાર થઇ ગયો હતો. બીજો એક બાઇક ચાલક તેનો પીછો કરી રહ્યો હોય છે. સાથે જ તે વીડિયો કેમેરામાં તેનો વીડિયો પણ ઉતારી રહ્યો છે. બાઇક ચાલક વારંવાર તે બાઇક ચાલકને અટકી જવા માટે સુચના પણ આપે છે. આખરે ચીલઝડપ કરીને ભાગી રહેલો વ્યક્તિ બેગ રોડ પર ફેંકીને ફરાર થઇ જાય છે. બંન્ને ગુનેગારોના વ્યક્તિનું નામ આદિલ મેમણ છે. આદિલ તે સમયે બેગ લઇને બારડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને સોંપી દીધો હતો.
ઇકો સ્પોર્ટ કાર ગાડીમાંથી નાણા ચીલઝડપ સ્ટાઇલથી લુંટાયા
ઇકોસ્પોર્ટ કાર GJ19AM6502 નો કાચ તોડીને બેગ કાઢવામાં આવી હતી. તે કારનો ડ્રાઇવર પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઇને પહોંચ્યો હતો. પોલીસને રૂપિયાથી ભરેલું બેગ જોઇને ચોંકી ઉઠી હતી. તપાસ કરતા ખબર પડી કે જે કારનો કાચ તોડવામાં આવ્યો છે તે ગાડી બારડોલી વિધાનસક્ષાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની છે. આ મુત્તે તપાસ શરૂ થઇ તો માહિતી મળી કે આ પૈસા આંગડીયા પેઢીથી મંગાવવામાં આવ્યા હતા. પોલીસે આ પૈસા મુદ્દે રાજેન્દ્ર સોલંકીને પુછવામાં આવ્યું તો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી પોલીસ દ્વારા આ મુદ્દે આવકવેરા વિભાગને પણ બોલાવવામાં આવ્યા છે. આ મુદ્દે જ્યારે આવકવેરા વિભાગ અને સુરત ગ્રામીણ પોલીસની એસઓજી ટીમ આગળની તપાસ કરશે.
આપ ઉમેદવારના પૈસા હોવાનું સામે આવ્યા બાદ તપાસનો ધમધમાટ
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતા સતત વિવાદોમાં ઘેરાયેલા રહે છે. એવામાં હવે બારડોલી વિધાનસભા ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીની ગાડીમાં હવાલાથી આવેલા 20 લાખ રૂપિયા મળવા સવાલોના ઘેરામાં નાખી દીધા છે. સુરત રેંજ આઇજી રાજકુમાર પાંડિયને ટેલીફોનિંક વાતચીતમાં જણાવ્યું કે, આ અગાઉ પણ હવાલા દ્વારા કુલ 45 લાખ રૂપિયા આવ્યા છે. જેના મુદ્દે આવકવેરા વિભાગ હવે બારડોલી પહોંચીને તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT