આપ નેતા કેજરીવાલ પર હુમલાની આશંકા, યોગ્ય સુરક્ષા માટેની માંગ કરવામાં આવી

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા સાથે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તે ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે જવાના છે. જેના કારણે…

gujarattak
follow google news

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા સાથે ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તે ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે જવાના છે. જેના કારણે આપનના કાર્યકર્તાઓ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સંબંધિત તંત્ર પણ એલર્ટ પર છે. જો આમ આદમી પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો કે, અમારા નેતા પર હુમલો થવાની શક્યતા છે. અમારા સુત્રો અનુસાર તેમના પર હુમલાની શક્યતા છે જેના કારણે પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત કરવામાં આવે. આ અંગે આપના કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક તંત્ર અને પોલીસ તંત્રને પણ અરજી આપી હતી.

આપના રાષ્ટ્રીય સંયોજક પર ઘાતક હુમલાની આશંકા
‘આપ’ રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાજી 22 અને 23 ઓગસ્ટે ગુજરાત આવવાના છે. આ દરમિયાન તેમના પર હુમલો થઈ શકે એવી સૂત્રો પાસેથી માહિતી મળી હોવાનો આપ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે આમ આદમી પાર્ટીના ગુજરાત ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા તથા એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવ ઠક્કર 50 જેટલા વકીલો સાથે મળીને આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના DGPને અરવિંદ કેજરીવાલજી અને મનીષ સિસોદિયા માટે સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત કરવામાં આવે તેના માટે ગાંધીનગરના ડીજીપી, અમદાવાદ સીપી, હિંમતનગર એસપી , ભાવનગર એસપીને આવેદનપત્ર આપ્યું હતું.

વધારે એક ગેરેન્ટી ગુજરાતમાં જાહેર કરશે
અત્રે ઉલ્લેખનીય છે કે સિસોદીયા અને કેજરીવાલ હિંમતનગરના ટાઉનહોલમાં કાર્યક્રમ કરશે. ભાવનગરમાં પણ એક કાર્યક્રમ કરશે. જેમાં તેઓ એક વધારે ગેરેન્ટીની જાહેરાત કરી શકે છે. જો કે મનીષ સિસોદિયા અંગે હજી પણ આશંકા છે. સીબીઆઇ દ્વારા લુક આઉટ નોટિસ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત તેઓની ધરપકડ ગમે ત્યારે થાય તેવી શક્યતાઓ છે. જો કે કેજરીવાલ તો ગુજરાત પ્રવાસે આવશે. 23 ઓગસ્ટે ભાવનગરમાં યુવાનો સાથે રોજગાર અને શિક્ષા સંમેલન કરશે.

    follow whatsapp