અમદાવાદ: દુનિયાની સૌથી ખતરનાક ગણાતી અમેરિકાની FBI એજન્સીને એક ગુજરાતીએ હાંફવી દીધી છે. FBI એ આ ગુજરાતીની જાણકારી આપનારને બે કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી દીધી છે. ભદ્રેશ પટેલના નામના 33 વર્ષિય યુવાનને એફબીઆઈ દ્વારા મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અમેરિકી સુરક્ષા એજન્સી FBI એ ભદ્રેશને ટોપટેન મોસ્ટ વોન્ટેડના લીસ્ટમાં પણ નાંખી દીધો છે.
ADVERTISEMENT
ભદ્રેશની માહિતી આપનારને મળશે બે કરોડથી વધુનું ઈનામ આપવાની પણ FBI એ જાહેરાત કરી છે. FBI વર્ષ 2017 થી ભારતીય ભાગેડુ ભદ્રેશ પટેલની શોધમાં છે. . ગુજરાતના વિરમગામનો ભદ્રેશ પટેલ એપ્રિલ 2015માં તેની પત્નીની હત્યા કરી મેરીલેન્ડમાં વોન્ટેડ થયો હતો. તેનું નામ હવે એફબીઆઈની દસ મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ છે. જેમાં $250,000 સુધીના ઈનામ છે. તેની ધરપકડ તરફ દોરી જાય તેવી કોઈપણ માહિતી માટે ઓફર કરવામાં આવી રહી છે.
2015માં વિઝા થયા હતા પૂર્ણ
ભદ્રેશ અને તેની પત્ની પલકના અમેરિકાના ટુરિસ્ટ વિઝા માર્ચ 2015માં જ પૂરા થઈ ગયા હતા. પરંતુ ત્યારબાદ પણ તેમણે અમેરિકા નહોતું છોડ્યું અને ત્યાં સંતાઈને રહેવા સાથે તેમણે કામ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. અમેરિકામાં રહેવું કે ઈન્ડિયા પાછા જતાં રહેવું તે બાબતે ભદ્રેશ અને પલક વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. સૂત્રોનું માનીએ તો પલક ઈન્ડિયા પાછી જવા માગતી હતી, જ્યારે ભદ્રેશને અમેરિકામાં જ રહેવું હતું.12 એપ્રિલ 2015ના રોજ આ જ મામલે ભદ્રેશ અને પલક વચ્ચે તેઓ ડોનટ શોપમાં શિફ્ટમાં હતા તે જ વખતે જોરદાર ઝઘડો થયો હતો. શોપના કિચનમાં લાગેલા સીસીટીવી ફુટેજ અનુસાર, 12 એપ્રિલ 2015ના રોજ રાતના સમયે ભદ્રેશ પલક સાથે કેમેરા નહોતા તેવી જગ્યાએ ગયો હતો, અને માત્ર 40 જ સેકન્ડમાં બહાર આવી ગયો હતો. ભદ્રેશ બહાર આવ્યો ત્યારે તે એકલો હતો અને આ ઘટનાના થોડા સમય બાદ બેકરીમાંથી પલકની બોડી મળી આવી હતી.
ગુનો દાખલ કરાયો હતો
પત્નીની હત્યા બાદ, 13 એપ્રિલ, 2015ના રોજ મેરીલેન્ડની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં એની અરુન્ડેલ કાઉન્ટી માટે સ્થાનિક ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં પટેલ સામે ફર્સ્ટ-ડિગ્રી મર્ડર, ફર્સ્ટ-ડિગ્રી હુમલો, સેકન્ડ-ડિગ્રી હુમલો અને ખતરનાક હથિયાર રાખવાના ઈરાદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. માત્ર હત્યા જ નહીં, પટેલ ભારતીય મૂળના માનવ તસ્કરો મારફતે ગેરકાયદે કેનેડામાં પ્રવેશ્યો હતો.
પરિવારના સંપર્કમાં પણ નથી ભદ્રેશ
ત્યારબાદ, 20 એપ્રિલ, 2015 ના રોજ, યુનાઈટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ ઓફ મેરીલેન્ડ, બાલ્ટીમોર, મેરીલેન્ડમાં ફેડરલ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં ભદ્રેશ પર કાર્યવાહી ટાળવા માટે ગેરકાયદેસર ઉડાનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારથી ગુનો બન્યો છે ત્યારથી આરોપી ભદ્રેશ પટેલ હજુ સુધી પોલીસ કે તપાસ એજન્સીઓના હાથે લાગ્યો નથી. આરોપી ભદ્રેશ પટેલ છેલ્લે નેવાર્ક, ન્યુ જર્સી, વિસ્તારમાં હોવાનું મનાય છે. FBI, યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારત બંનેમાં કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે, લીડ્સની તપાસ કરવાનું ચાલુ રાખે છે અને ભાગેડુનો સતત પીછો કરવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભદ્રેશ પોતાના પરિવારના સંપર્કમાં પણ નથી.
ADVERTISEMENT