Devbhoomi Dwarka Crime News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં એક સાગા બાપે તેની બે વર્ષની પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના ઇસ્કોન ગેટ હાઈવે પર આવેલ પોલીસ ચોકી નજીક બની હતી.
ADVERTISEMENT
ક્રૂર બાપે બે વર્ષની માસૂમની કરી હત્યા
ઘટના એવી છે કે, રમેશ ડુંગર પરમાર નામના વ્યક્તિને બે પુત્રો અને બે પુત્રી એમ કુલ ચાર સંતાન હતા. તેની પત્ની બે ત્રણ માસ પહેલા તેના ત્રાસથી કંટાળી ઘર મૂકીને જતી રહી હતી. એવામાં ચાર સંતાનોને પાલન-પોષણ કરી ઉછેરવા મુશ્કલ લગતા આખરે બે વર્ષની બાળકીની સાગા બાપે જ ક્રૂર હત્યા કરી નાખી હતી. રાત્રીના સમયે બાળકી ખૂબ રડતી હતી આ કારણે રાક્ષસી બાપે બાળકીને ઉંધી લટકાવીને જમીન પર પટકાવી મોતને ધાટ ઉતારી દીધી. ત્યારબાદ અન્ય ત્રણ સંતાનોને ત્યાં જ મૂકી બાપ ભાગી ગયો હતો. હત્યાની જાણ થતા જ દ્વારકા પોલીસ અને સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને હત્યારાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(ઇનપુટ: રજનીકાંત જોશી, દેવભૂમિ દ્વારકા)
ADVERTISEMENT