Rajkot News: રાજકોટ-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટના બની છે, જેમાં પિતા-પુત્રનું કમકમાટી ભર્યું સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું, જ્યારે માતા અને પુત્રી ઈજાગ્રસ્ત થઈ જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
બાઈક પર જતા પરિવારને ટ્રકે ફંગોળ્યો
મીડિયા રિપોર્ટ્સ મુજબ, હરેશભાઈ ક્યાડા તેમના પુત્રજ્ઞ જય તથા પત્ની અને પુત્રી સાથે બાઈક પર સરધાર સુરાપુરાના દર્શન માટે ગયા હતા. અહીંથી પાછા જતી વખતે ખારચિયા પાસે તેમના બાઈકને ટ્રકે ટક્કર મારી હતી, જેમાં આખો પરિવાર ફૂટબોલની જેમ ફંગોળાયો હતો. અકસ્માતમાં હરેશભાઈને અને તેમના પુત્રને ગંભીર ઈજા પહોંચતા બંનેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. તો તેમની પત્ની અને પુત્રી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
પિતા-પુત્રનું મોત
રોડ પર અકસ્માતને પગલે સ્થાનિકોના ટોળા એકઠા થઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો અને સ્થાનિકોએ પોલીસ તથા 108ને જાણ કરતી હતી. જે બાદ પોલીસ તથા 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યા હતા. પરિવારના મોભી અને દીકરાનું મોત થતા સ્વજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
ADVERTISEMENT