સાણંદ-વિરમગામ હાઈવે પર ટ્રેલરે 13 ટ્રેક્ટરોને લીધા અડફેટે, ત્રણ ટ્રેક્ટરોનો કચ્ચણઘાણ; ડાંગરનો પાક રોડ પર વેરવિખેર

Sanand-Viramgam highway accident: સાણંદ-વિરમગામ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરોને પાછળથી એક ટ્રેલરે ધડાકાભેર ટક્કર મારતા ત્રણ ટેક્ટરો નાળામાં ખાબક્યા હતા.…

gujarattak
follow google news

Sanand-Viramgam highway accident: સાણંદ-વિરમગામ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં રોડની સાઈડમાં ઉભેલા ટ્રેક્ટરોને પાછળથી એક ટ્રેલરે ધડાકાભેર ટક્કર મારતા ત્રણ ટેક્ટરો નાળામાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં ત્રણ ટ્રક્ટરોનો કચ્ચરઘાણ વળી ગયો છે, જ્યારે અન્ય ટ્રક્ટરોને સામાન્ય નુકસાન થયું છે. તો ટ્રેકની ટ્રોલીમાં રહેલો ડાંગરનો પાક રોડ પર ઢોળાઈ જતાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

ટ્રેક્ટરોને પાછળથી ટ્રેલરે મારી ટક્કર

મળતી માહિતી અનુસાર, સાણંદ-વિરમગામ હાઈવે પર ઈયાવા ગામ પાસે ખેડૂતો ટ્રેક્ટરની ટ્રોલીમાં ડાંગરનો પાક લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા હતા. આ દરમિયાન આશરે 12થી 13 જેટલા ટ્રેક્ટરો હાઈવેની સાઈડમાં લાઈનમાં ઉભા હતા. આ વેળાએ એક ટ્રેલરે આ ટ્રક્ટરોને જોરદાર ટક્કર મારી હતી.

3 ટ્રેક્ટરો નાળામાં ખાબક્યા

ટ્રેલરે ટક્કર મારતા 3 જેટલા ટ્રક્ટરોની ટ્રોલી ઊંધી વળી ગઈ હતા અને આ ટ્રેક્ટરો નાળામાં ખાબક્યા હતા. જ્યારે અન્ય ટ્રેક્ટરો એક બીજની પાછળ અથડાયા હતા.

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

આ અકસ્માતને પગલે ટ્રેક્ટરની ટ્રોલીઓમાં ભરેલો ડાંગરનો પાક રસ્તા પર ઢોળાય ગયો હતો. તો નાળામાં ખાબકેલા ત્રણ ટ્રેક્ટરોનો કચ્ચણઘાણ વળી ગયો હતો. આ અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

ખેડૂતોને મોટું નુકસાન

અહીં રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, આ અકસ્માતને પગલે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

 

    follow whatsapp