ધંધુકા-બોટાદ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત, 3 ના મોત

આમદવાદ: રાજ્યમાં અકસ્માતના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અકસ્માતમાં મોતની ઘટનામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના ધંધુકા…

gujarattak
follow google news

આમદવાદ: રાજ્યમાં અકસ્માતના બનવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ અકસ્માતમાં મોતની ઘટનામાં પણ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમદાવાદ જિલ્લાના ધંધુકા બરવાળા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા રોડ પર ખેતીવાડી ફાર્મ નજીક નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ ભયાનક અકસ્માતમાં અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે. જ્યારે બે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે ધંધુકા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

    follow whatsapp