નવી દિલ્હી : રાજધાનીમાં ફરી એકવાર ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ભારતીય કિસાન સંઘ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરશે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. દિલ્લીના રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરશે. જેમાં દેશભરમાંથી ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાઇ શકે છે.
ADVERTISEMENT
ભારતીય કિશાન સંઘ દ્વારા દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 19 ડિસેમ્બરે સમગ્ર દેશના ખેડૂતો વિવિધ માંગણીઓને લઈ દિલ્હીના રામલીલા મેદાન ખાતે રેલી તેમજ વિરોધ પ્રદર્શન થશે. જેમાં દેશના વિવિધ રાજ્યના 1.5 લાખથી વધારે ખેડૂતો જોડાઈ તેવુ અનુમાન છે. ગુજરાતમાંથી પણ ખેડૂતો દિલ્હી તરફ રવાના થયાની પણ વિગતો છે.
કિસાન સંઘ દ્વારા આ અંગે એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી મુખ્યમાંગણીઓ કિસાન સન્માન નિધી યોજનામાં અપાતી રકમમાં વધારો કરવામાં આવે. આ ઉપરાંત સતત વઘી રહેલી મોંઘવારીને ધ્યાને રાખી તેમને અપાતી રકમમાં પણ વધારો કરવામાં આવે. ખેતી ઉપયોગી વસ્તુમાં જીએસટીમાં ઘટાડો કરવામાં આવે તેમજ અમુક વસ્તુ ટેક્સફ્રી કરવામાં આવે.
ગુજરાતના ખેડૂતો પણ દિલ્લી તરફ જવા રવાના થઈ ગયાં છે. કિશાન સંઘની માંગણીમાં MSPનો પણ સમાવેશ થાય છે. જે વિવિધ માંગણીઓને લઈ 19મી ડિસેમ્બરે દિલ્લીમાં કિસાન ગર્જના રેલી યોજવામાં આવશે. ગાંધીનગરમાં કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે આંદોલન અંગે કહ્યું કે, આ આંદોલન કોઈ વ્યક્તિ સામે નથી પરંતુ પ્રશાસન સામેનું આંદોલન છે.
ADVERTISEMENT