નીતિન ગોહિલ.ભાવનગરઃ ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકાના ગામોના ખેડૂતોએ રાત દિવસ એક કરીને જાત મહેનત જિંદાબાદના સૂત્રને વળગી રહી અને સરકાર પર આધાર રાખવાને બદલે પોતાની જરૂરિયાતોને લઈને સપના સાકાર કરવા બનાવેલો મેથળા બંધારો (મેથળા ડેમ અથવા ખેડૂત ડેમ પણ કહી શકો) આ વખતે ધોધમાર વરસાદથી ઓવરફ્લો થઇ ગયો છે. વિસ્તારની બગડ નદી ઉપર વાસમાં સારો વરસાદ પડવાથી મેથાળા બંધારો ઓવરફલો થતા આજુબાજુના વિસ્તારમાં સારૂ કૃષિ ઉત્પાદન થશે. જેને લઈને તેમના પરિવારોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.
ADVERTISEMENT
રાજકોટઃ ચાલુ ક્લાસે વિદ્યાર્થીના મોતના CCTV આવ્યા સામે, અન્ય વિદ્યાર્થીઓએ કરી મદદ પણ…
લોક મહેનતનું પ્રતિક છે આ ડેમ
જિલ્લાના મહુવા, તળાજા તાલુકાના ખેડૂતોના પરસેવાથી બનેલા મેથળા બંધારા (ડેમ)થી આ વિસ્તારના 40 જેટલા ગામોમાં પીવાનું પાણી લેવા માટે મહિલાઓને 4 થી 5 કિમી જેટલું ચાલીને ધોમધખતા તાપમાં જવું પડતું હતું. જે હવે આ બંધારાથી અટક્યું છે અને છેવાડાના ગામડાનો ખેડૂત પોતાના સ્વબળે અને પોતાની તાકાતથી શું કરી શકે એ એક ગ્રામ્ય એકતાનું ઉદાહરણ છે. મેથળા બંધારોએ લોકફાળો ઉઘરાવીને નાના ખેડૂતોથી લઈને ખેત મજૂરો અને લોક મહેનતનું પ્રતિક છે.
વર્ષો સુધી કામ સરકારી કાગળ પર જ રહ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે જેનું એસ્ટિમેટ 80 કરોડ રૂપિયા જેવું મોટું કરીને વર્ષો સુધી જે યોજનાને માત્ર કાગળ પર જ રાખી તેને છેવાડાના ગામડાનાં ખેડૂતો અને ખેત મજૂરોએ બંધારાને સાકાર કર્યો એ અનુકરણીય છે. મેથળા બંધારો લોકોએ જાતમહેનત અને લોક ફાળથી બનાવી લોકોએ મીઠા પાણીનો સંગ્રહ થાય તેવું મોટું સરોવર બનાવેલ છે તેમાં 750 એફ.ટી.એમ.સૌથી વધારે મીઠાં પાણીનો જથ્થો સંગ્રહ થાય છે. વિસ્તારનાં ખેડૂતો ખુશ છે કારણ કે તેમણે બાંધેલો બંધારો ભરાયો છે અને નીરના વધામણા કરવામાં આવશે. બંધારા સમિતિના મનુભાઇએ જણાવ્યું હતું કે બંધારા આજુબાજુના 12 જેટલા ગામોના લોકોને આ જળથી સીધો લાભ થશે. આ ગામોમાં ઊંચા કોટડા, નીચા કોટડા, તલ્લી, ભાંભોર, વાલર, વેજોદરી, પ્રતાપરા, મેથળા ઉપરાંત કાટીકડા, દાઠા, પીથલપુર અને ઝાંઝમેર સહિતના ગામોમાં આ પાણીથી લાભ થશે. બંધારામાં જળ સંચયથી હવે આજુબાજુમાં પાણીના તળ 100 ફૂટ ઉંડા ઉતરી ગયા હતા તે હવે 40 ફૂટે સુધી ઊંચા આવી ગયા છે. આ નોંધપાત્ર ફાયદો થયો છે. પાણીના તળની ગુણવત્તા પણ સુધરી છે.
ADVERTISEMENT