નાગરિકોને નહી પરંતુ ખેડૂતોના ખાતામાં આવશે 15 લાખ, આ રીતે કરી શકો છો એપ્લાય

નવી દિલ્હી : ભારતમાં અડધા કરતા વધારે નાગરિકો ખેતી પર નિર્ભર છે. જો કે આ ખેડૂતોને પોતાના પાકના પાકને વાતાવરણથી બચાવી જાણે છે પરંતુ રાજકારણથી…

gujarattak
follow google news

નવી દિલ્હી : ભારતમાં અડધા કરતા વધારે નાગરિકો ખેતી પર નિર્ભર છે. જો કે આ ખેડૂતોને પોતાના પાકના પાકને વાતાવરણથી બચાવી જાણે છે પરંતુ રાજકારણથી બચાવી શકતા નથી. તેને બજાર સુધી પહોંચાડવા માટે માળખાગત્ત સંરચનાઓ હજી પણ ઉપલબ્ધ નથી. તેની મદદ માટે સરકાર પીએમ કિસાન એપપીઓ સ્કીમ (PM Kisan FPO Scheme) સાથે સામે આવી હતી. આ યોજના હેઠલ 11 ખેડૂતોનું જુથ એટલે કે ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC) ને ખેતી સંબંધિત તમામ બિઝનેસ સેટઅપ કરવા માટે 15 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવે છે.

PM Kisan FPO Scheme નો ફાયદો ઉઠાવી શકો છો
પીએમ કિસાન એફપીઓ સ્કીમનો (PM Kisan FPO Scheme) ઇરાદો ખેડૂતોને આત્મનિર્ભર બનાવીને, તેમને આર્થિક સંકટથી બચાવવાનો અથવા રાહત અપાવવાનો છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ મળીને એક સંગઠન કંપની એટલે કે FPO બનાવવી પડશે. જેમાં ઓછામાં ઓછા 11 ખેડૂત હોય તે જરૂરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, FPO એક પ્રકારનું ખેડૂતો અને ઉત્પાદકોનું એકીકૃત સંગઠન છે જે ખેડૂતો માટે કામ કરે છે.

શું છે સરકારનું લક્ષ્યાંક…
1. ખેડૂતોના આર્થિક વિકાસ અને ભલાણ માટે સરકાર તરફથી 203-24 સુધી 10,000 એફપીઓની રચના કરવી
2. ખેડૂતોની ઉત્પાદકતા વધી શકે અને બજારથી યોગ્ય રિટર્ન પ્રાપ્ત કરી શકે, તેના માટે નક્કર પગલા ઉઠાવવામાં આવે છે.
3. નવા એપપીઓને સરકાર તરફથી 5 વર્ષ સુધીના લોકો માટે હેન્ડ હોલ્ડિંગ અને સહાયતા પ્રદાન કરે છે.
4. આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે ખેડૂતોમાં કૃષિ ઉદ્દમિતા કૌશલનો વિકાસ કરવો.

કઇ રીતે કરી શકો છો એપ્લાઇ
જો તમે આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ બજારની અધિકારીક વેબસાઇટ https://www.enam.gov.in  (અહીં ક્લિક કરો) પર જવું પડશે. ત્યાર બાદ તમારે FPO ઓપ્શનનું પેજ ખુલશે. જ્યાં ક્લિક કર્યા બાદ રજિસ્ટ્રેશન અથવા લોગિન સાથે નવું પેજ ખુલશે. અહીં તમામ પ્રકારની માહિતી ભરીને તમે આ યોજનાને સરળતાથી લાભ ઉઠાવી શકો છો.

    follow whatsapp