અમદાવાદ : ગુજરાતની ખ્યાનતામ સિંગર કિંજલ દવેની સગાઇ લાંબો સમય ચાલ્યા બાદ તુટી ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. ચોંકાવનારા સમાચારમાં સામે આવી રહ્યા છે. કિંજલ દવેની સગાઇ તુટી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ગરબા ક્વિન કિંજલ દવેએ પાંચ વર્ષ લાંબા ચાલેલા રિલેશન બાદ અચાનક સગાઇ તોડી નાખી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જો કે આ સગાઇ તુટવાનું સાચુ કારણ હજી સુધી સામે આવી શક્યું નથી. બીજી તરફ આ અંગે હજી સુધી કિંજલ દવેએ કોઇ અધિકારીક માહિતી આપી નથી.
ADVERTISEMENT
કિંજલ દવે-પવન જોશીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પોસ્ટો હટાવી
ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા તેની પાછળનું કારણ ખુબ જ ચોંકાવનારુ છે. પાંચેક વર્ષ અગાઉ પવન જોશી સાથે કિંજલ દવેએ સગાઈ કરવામાં આવી હતી. જો કે સાથે સાથે પવનની બહેન સાથે કિંજલના ભાઇ આકાશનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. સાદી ભાષામાં કિંજલ અને તેના ભાઇનું સામા સામે અથવા સામા સાટુ કરવામાં આવ્યું હતું. જો કે સાટા પદ્ધતીથી થયેલી આ સગાઇમાં પવનની બહેને અન્ય યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેના પગલે કિંજલ દવેની સગાઇ તોડી નાખવામાં આવી હતી. જો કે હાલ આ અંગે કોઇ અધિકારીક માહિતી કિંજલ દવે કે કોઇના તરફથી આવી નથી. પરંતુ સુત્રો અનુસાર આ ઘટનાક્રમ સામે આવી રહ્યો છે. આ ઉપરાંત બંન્નેએ પોતપોતાના એકાઉન્ટ પરથી સંયુક્ત તસવીરો હટાવી દેતા સ્પષ્ટતા થઇ છે.
કોણ છે કિંજલ દવે?
કિંજલ દવે પવન જોશીએ પોતપોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલી વિવિધ તસ્વીરો પણ હટાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કિંજલ દવેનો જન્મ 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના જેસંગપરા ગામમાં થયો હતો. બ્રાહ્મણ પરિવારમાંથી આવતી બાળકીને બચપનથી જ ગાવાનો ખુબ જ શોખ હતો. તે શાળામાં ભણતી ત્યારે પણ શાળાની પ્રાર્થના અને વિવિધ કાર્યક્રમોમાં ગાતી જોવા મળી હતી. તેના પિતા પણ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી તેને તાલિમ અને પ્લેટફોર્મ બંન્ને મળ્યા હતા. ધીરે ધીરે કિંજલ સફળતાના શિખરો સર કરવા લાગી હતી. જો કે સાલસ સ્વભાવના કારણે તે પોતાના ગામ સાથે જોડાયેલી જ રહી હતી. કિંજલ દવેની લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે સગાઇ કરવામાં આવી હતી. સગાઇ તૂટી જવાના કારણે કિંજલ દવે અને પવન જોશી બંન્નેએ પોતપોતાના એકાઉન્ટ પરથી સંયુક્ત તસ્વીરો હટાવી દીધી છે.
કોણ છે પવન જોશી?
અત્રે ઉલ્લેખનીય છે કે, પવન જોશી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પોતે પણ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તેનો અમદાવાદમાં બિઝનેસ છે. પવન મોડેલિંગ પણ કરે છે. આ ઉપરાંત તે પારિવારિક બિઝનેસ સાથે સંકળાયેલો છે. કિંજલ અને પવન બંન્ને પાંચ વર્ષ કરતા વધારે સમયથી રિલેશનમાં હતા. જો કે આ સાટા પદ્ધતીના કારણે બંન્નેની સગાઇ તુટી ગઇ હતી. હાલ તો આ અંગે કોઇ અધિકારીક પ્રતિક્રિયાની રાહ જોવાઇ રહી છે. પરંતુ સગાઇ તુટી તે સ્પષ્ટ થઇ ચુક્યું છે.
ADVERTISEMENT