અમદાવાદ: છૂટાછેડાના એક કેસમાં ફેમિલી કોર્ટે પોતાના ચૂકાદામાં મહિલાને ભરણપોષણ ન ચૂકવવા માટે આદેશ આપ્યો હતો. કોર્ટમાં મહિલાના પતિ દ્વારા કેટલાક પૂરાવા રજૂ કરાયા હતા. જેમાં પત્ની લગ્ન બાદ પરપુરુષ સાથે હોટલમાં જઈને શરીર સુખ માણતી હોય તેવા ફોટો હતા. જેના આધારે કાયદા મુજબ કોર્ટે દ્વારા પત્નીને ભરણપોષણ મેળવવાને પાત્ર ન હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
પત્નીના પર્સમાં ગર્ભનિરોધક દવા મળતા પતિને ગઈ શંકા
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના વેજલપુરમાં રહેતા રમેશ (નામ બદલ્યું છે)ના 2016માં લગ્ન થયા બાદ. લગ્ન બાદ સુહાગરાતે જ પત્નીએ બાધા હોવાનું અને તબિયત સારી ન હોવાનું બહાનું બનાવ્યું. લગ્ન બાદ તે મંગળસૂત્ર પણ નહોતી પહેરતી. ત્યારે એકવાર પતિને તેના પર્સમાંથી ગર્ભનિરોધક ગોળીઓ મળી આવી.
હોટલમાંથી પકડાયા હતા પ્રેમી અને પત્ની
એવામાં શંકાના આધારે એકવાર રમેશે પત્નીનો પીછો કરતા તે એક હોટલમાં પહોંચી હતી. જ્યાં તેને પ્રેમી સાથે રમેશે પકડી પાડી હતી. બંનેએ ખોટા નામે હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો અને શારીરિક સુખ માણી રહ્યા હતા. ત્યારે પત્નીના દગા બાદ રમેશે ડિવોર્સ માટે ફેમિલી કોર્ટમાં વકીલ મારફતે અરજી કરી હતી. જેમાં પૂરાવાને જોતા કોર્ટે વ્યાભીચારી સ્ત્રીને કાયદા મુજબ ભરણપોષન ન મળે તેમ જણાવીને તેને એકપણ રૂપિયાનું ભરણપોષણ ન આપવા સાથે ડિવોર્સની અરજીને સ્વીકારી હતી.
ADVERTISEMENT