અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના કૌભાંડ ઉદ્યોગપતિથી લઇ પ્રધાનો સુધી અનેક લોકો ભોગ બન્યાં છે. પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપી કિરણ પટેલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. .કિરણ પટેલ રિમાન્ડ પર છે. ત્યારે રિમાન્ડ પત્યા બાદ આજે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલને મેટ્રો કોર્ટમાં લવાયો હતો. જ્યાં તેમના વધુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે
ADVERTISEMENT
હવે કિરણ પટેલ સતત ફસાઈ રહ્યો છે. આજે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે.
ફરી રિમાન્ડ થયા મંજૂર
કાશ્મીરમાં PMO અધિકારી બનીને Z+ સિક્યોરિટીમાં ફરનારા મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાશ્મીરથી કિરણ પટેલને અમદાવાદ લઈ આવવામાં આવ્યો હતો. ત્યારે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આજે ફરી તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીનારા રાજકોટના બિલ્ડરે વીડિયો બનાવી MLA કાંતિ અમૃતિયા વિશે શું કહ્યું?
પચાવી પાડ્યો હતો ભાજપના નેતાના ભાઈનો બંગલો
કૌભાંડી કિરણ પટેલે રાજકારણીઓના પરિવારજનોને પણ છેતર્યા છે. ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ભાઈ જગદીશ ચાવડાનો આલિશાન બંગલો કિરણ પટેલે પચાવી લીધો હતો. જેને લઈ જગદીશ ચાવડાએ ન્યૂઝ પેપરમાં નોટિસ પણ આપી હતી. અમદાવાદના સિંધુ ભવન રોડ પર આવેલા નીલકંઠ ગ્રીન્સ બંગલોમાં આવેલો 11 નંબર નો બંગલો જગદીશ ચાવડાનો છે, જે વર્ષોથી અહીં રહે છે. જગદીશ ચાવડાના બંગલોમાં રિનોવેશન દરમ્યાન કિરણ પટેલે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને 18 કરોડના બંગલામાં પોતાના પરિવાર સાથે 500 જેટલા લોકોની હાજરીમાં વસ્તુ પૂજન પણ કર્યું હતું. અને પચાવી પડ્યો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT