IND vs PAK Match : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે યોજાનારી ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચના પગલે ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચને સ્ટેડિયમમાં બેસીને જોવાની ક્રિકેટરસિકો ગમે તે હદ સુધી જવા માટે તૈયાર હોય છે. જો કે આ તકનો લાભ ઠગ ટોળીકીઓ ભરપુર રીતે ઉઠાવી રહી છે. ક્રાઇમબ્રાંચ દ્વારા કેટલાક આવા ઠગોને ઝડપી પણ લેવાયા છે. જો કે હવે મેચની ટિકિટોનો સોદો કરવા આવેલા બે યુવકોનું અપહરણ કરીને તેમને માર મારીને રૂપિયા પડાવી લેવાયાની ઘટના પ્રકાશમાં આવી છે.
ADVERTISEMENT
અમદાવાદમાં મેચની ટિકિટને બ્લેકમાં વેચવું ભારે પડ્યું
અમદાવાદમાં મેચની ટિકિટને બ્લેકમાં વેચવાનું ભારે પડ્યું હતું. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં બે મિત્રો ભારત અને પાકિસ્તાનની મેચની ટિકિટનો વહીવટ કરવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલાક શખ્સોએ બંન્નેનું અપહરણ કરીને માર માર્યો હતો. અપહરણ કરનાર આરોપીઓએ બંન્ને મિત્રોનો વીડિયો પણ ઉતારી લીધો હતો.
વિડિયોમાં બોગસ ટિકિટો વેચતા હોવાનું કબુલ્યું
જેમાં બંન્ને પાસે બોગસ ટિકિટ વેચતા હોવાનું તેઓએ કબુલ્યું હતું. આરોપીઓએ બંન્ને યુવકો પાસે બોગસ ટિકિટ વેચીને 13 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાનું વીડિયોમાં કબુલી રહ્યા છે. ત્યાર બાદ બંન્ને પાસે પાંચ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. જો કે યુવકો પાસે રહેલા 24 હજાર રૂપિયા પણ પડાવી લીધા હતા. ત્યાર બાદ સમગ્ર મામલો સેટેલાઇ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો. આ બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT