અંકલેશ્વરમાંથી નકલી FDનું કૌભાંડ આવ્યું સામે, HDFC બેંકનો આસિસ્ટન્ટ મેનેજર લાખો રૂપિયા ચાઉં કરી ગયો

Ankleshwar News: અંકલેશ્વરમાંથી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એચડીએફસી (HDFC) બેંકના આસિસ્ટન્ટ મેનેજરે ફેક એફડી બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.

Ankleshwar News

અંકલેશ્વરમાંથી નકલી FDનું કૌભાંડ આવ્યું સામે

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

અંકલેશ્વરમાંથી એક મોટું કૌભાંડ સામે આવ્યું

point

ફેક એફડી બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી

point

ખુદ આસિસ્ટન્ટ મેનેજર કરી ગયો ખેલ

Ankleshwar News: અંકલેશ્વરમાંથી એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં એચડીએફસી (HDFC) બેંકના આસિસ્ટન્ટ મેનેજરે ફેક એફડી બનાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. હાલ બી ડિવિઝન પોલીસે આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

HDFC બેંકમાંથી નકલી FDનું કૌભાંડ

મળતી માહિતી અનુસાર, ભરૂચના કોસમડી ગામની સનસિટી સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વરના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલી HDFC બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા બિક્રમજીત સુકદેવ સાહુ (મૂળ રહે ઓરિસ્સા) ગત 19 માર્ચના રોજ દરરોજની જેમ બેંકમાં પોતાની કેબિનમાં બેઠા હતા. આ દરમિયાન બોરભાઠા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલ તેઓને મળવા માટે આવ્યા હતા. આ દરમિયાન ચંદ્રસિંહ ગોહિલે બ્રિક્રમજીત સાહુને તેમની બ્રાન્ચમાં મહેશ ચૌહાણ નામના ગ્રાહકની એફડી થયેલી છે કે નહીં તે તપાસવા માટે જણાવ્યું હતું. આ માટે  ચંદ્રસિંહ ગોહિલે બ્રિક્રમજીત સાહુને મહેશ ચૌહાણની FDનો નંબર પણ આપ્યો હતો. જોકે, આ નંબર જોઈને બેંક મેનેજર બ્રિક્રમજીત સાહુ ચોંકી ગયા હતા અને કંઈક ખોટું થયું હોય તેવું લાગી આવ્યું હતું.

જાણ થતાં ખુદ મેનેજર ચોંકી ગયા

જે બાદ બોરભાઠા બ્રાન્ચના મેનેજર ચંદ્રસિંહ ગોહિલે ગ્રાહક (મહેશ ચૌહાણ)ને આ FD નંબર અંગે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે આ FD નંબર મુખ્ય બ્રાન્ચમાં બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા ધવલ ચૌધરીએ આપ્યો હોવાનું જણાવ્યુ હતું. જે બાદ મેનેજર બિક્રમજીત સુકદેવ સાહુએ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. જેમાં તેઓની બેંકના આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીએ 7 જેટલા ગ્રાહકોને લોભામણી લાલચ આપી રૂપિયા 70 લાખ લઈ ગ્રાહકોને નકલી FD બનાવી આપી હતી અને રૂપિયા ચાઉ કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. 

આસિસ્ટન્ટ બેંક મેનેજર લાખો રૂપિયા કરી ગયો ચાઉં

જે બાદ તેઓએ સીધા બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસકર્મીને સમગ્ર વિગતો જણાવી હતી. જે બાદ પોલીસે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.  પોલીસે બેંક મેનેજર બિક્રમજીત સુકદેવ સાહુની ફરિયાદના આધારે આસિસ્ટન્ટ બેંક મેનેજર ધવલ ચૌધરીની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ હાથ ધરી હતી.

    follow whatsapp