રાહુલ ગાંધી પર રૂપાલાના પ્રહાર… કહયું, કોઈ સમજાવો લોટ લિટરમાં ના મળે

નીલેશ શીશાંગીયા/રાજકોટ:   રાજ્યમાં ચૂંટણી નજીક છે ત્યારે દિગ્ગજ નેતાઓના સતત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે.…

rupala

rupala

follow google news

નીલેશ શીશાંગીયા/રાજકોટ:   રાજ્યમાં ચૂંટણી નજીક છે ત્યારે દિગ્ગજ નેતાઓના સતત પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા આજે રાજકોટના પ્રવાસે પહોંચ્યા છે. મંત્રી  રૂપાલાએ રાજકોટમાં આગામી ચુંટણીને લઈને અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા, આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું ચુંટણી સમયે અન્ય પાર્ટી આવતી હોય છે. ગુજરાત પર અનેક અખતરાઓ થયા છે જે ફાવ્યા નથી, રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધી પર પણ કટાક્ષ  કર્યો હતો. તેમણે કહ્યુંકે રાહુલ ગાંધીને કોઈ સમજાવે લોટ લીટરમા ના મળે.

એડીબલ ઓઇલની અછત દૂર કરીશું
ભાજપની કેન્દ્ર સરકારે આખી એક મિશન પોલિસી તૈયાર કરી છે જેના પ્રયાસોના ભાગ રૂપે દેશમાં પામ ઓઇલની ઉત્પાદકતા વધે વિસ્તાર વધે તેમઆ મિશન મોડમાં સરકારમાં કામ ચાલી રહ્યું છે. એડીબલ ઓઇલના આપડા જે બિયરનો છે તેની ગુણવત્તા સુધારવા માટે, સીડ્સબેંક નવી સ્થાપવા માટે, વાવેતરનો વિસ્તાર વધારવા માટેની પોલિસી પણ ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સાથે શેરિંગ કરવામાં આવી રહી છે. જેમ પાલ્સીસની અછતને આપડે ઓળંગી ગયા તે રીતે એડીબલ ઓઇલની અછત દૂર કરીશું.

રખડતાં ઢોર અંગે આપ્યું નિવેદન
રખડતાં પશુ અંગે કહ્યું કે બિનઉપયોગી કહેવું જરૂરી છે. આ પશુ ગોબર અને ગૌમૂત્ર આપે છે. આ બંને નો ઉપયોગ થી અને આ પ્રોડક્ટનો વળતર આપવાના પ્રયાસો કરીશું તો મને એમ લાગે છે કે આ સમસ્યાનો મૂળમાંથી નાબૂદ કરવાની દિશામાં પગલાં લઈ શકાશે. બનાસ ડેરીમાં ગોબર ખરીદવાની પ્રક્રિયા શરૂ છે. ભારત સરકારે આ પ્રકારની યોજનાને બળ આપવાની નીતિ નક્કી કરી દીધી છે. આપણાં રાજ્યમાં પણ ગોબરની વ્યાપક ખરીદી થઈ શકે અને તેનો ઉપયોગ થઈ શકે તે દિશાના પ્રયત્નો ભારત સરકારના અને રાજ્ય સરકારના શરૂ છે.

    follow whatsapp