Weather Update Today: રાજ્યમાં ધીમે ધીમે શિયાળો વિદાય રહી રહ્યો છે ત્યારે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થતો જોવા મળે છે તો બપોર પછી ગરમીનો અહેસાસ થાય છે. તો બીજી તરફ રાજ્યમાં ઉનાળાનો પણ પ્રારંભ થતો જોવા મળે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે આગામી બે દિવસ બાદ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો વધારો થશે. આ કારણે હવે બે દિવસમાં ગરમીની શરૂઆત થઇ જશે.
ADVERTISEMENT
ક્યાં જિલ્લામાં કેટલું તાપમાન
રાજ્યના સૌથી મહત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો તે 35.8 ડિગ્રી રહ્યું જે મહુઆમાં જોવા મળ્યું હતું. તેમજ અમદાવામાં લઘુત્તમ તાપમાન 15.8 મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. અને ગાંધીનગર લઘુત્તમ તાપમાન 17.0 મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી નોંધાયું છે. સુરત લઘુત્તમ તાપમાન 20.4 મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી નોંધાયું છે. તથા રાજકોટ લઘુત્તમ તાપમાન 16.2 મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયુ છે.
બે દિવસ બાદ તાપમાનમાં થશે વધારો
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ પણ મહત્તમ તાપમાનમાં વધારો થશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ,અરવલ્લી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહેસાણા, પંચમહાલ,સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 34 ડિગ્રી સુધી પહોંચશે. જયારે ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ADVERTISEMENT