ગાંધીનગરઃ જનતાને તો લાંબા સમયથી મોંઘવારી નડી જ રહી છે પરંતુ હવે તો ગુજરાત સરકારને મોંઘવારી નડવા લાગી છે. સામાન્ય માણસની જેમ ખર્ચા વધી રહ્યા છે અને આવક વધુ મહેનત માગી રહી છે. ગુજરાતમાં માથાદીઠ ખર્ચમાં આ વર્ષે દોઢગણો વધારો કરવો પડશે.
ADVERTISEMENT
ના સુધાર ગૃહમાં, ના પોલીસ કસ્ટડીમાં… તો ક્યાં છે અતીકના બંને સગીર દિકરા?
માથાદીઠ ખર્ચમાં વધારો
ગુજરાત સરકારે હાલમાં જ વિધાનસભામાં બજેટ રજૂ કર્યું હતું. પોતાના અંદાજપત્રમાં દર્શાવ્યા પ્રમાણે વર્ષ 2019-20માં સરકારનો માથાદીઠ ખર્ચ 26,956 હતો અને કુલ ખર્ચ 1,85,626 કરોડ રૂપિયા હતો. જેમાં વર્ષ 2023-24માં વધારો થતા માથાદીઠ ખર્ચ રૂપિયા 41,597 તથા કુલ ખર્ચ 3,01,022 કરોડ રૂપિયા થશે. લોકોને આપવામાં આવતી સેવાઓ પર થતા ખર્ચમાં પણ વધારો થયો છે. જેમાં શિક્ષણ, આરોગ્ય, પાણી, સામાજિક સુરક્ષા વગેરેનો સમાવેશ થાય છે. આ યોજનાઓ પાછળ સરકાર નાણા ખર્ચ કરે છે. 2019-20માં સસામાજિક સેવાઓનો ખર્ચ 9493 રૂપિયા હતો જેમાં 46 ટકાનો વધારો થયો છે. 2023-24માં વર્ષમાં માથાદીઠ 13,909 રૂપિયા થશે. આવી જ રીતે બીજી બધી સેવાઓના ખર્ચમાં પણ વધારો થતો જોવા મળ્યો છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT