અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓમાં વર્ષ 2017માં ભાજપની સરકાર બની રહી હોવાના અગાઉ પણ એક્ઝિટ પોલ થયા હતા. જોકે ભાજપને 99થી 128 બેઠકો મળવાની સંભાવના તે વખતે ઈન્ડિયા ટુડે એક્સિસના પોલમાં દર્શાવાયું હતું. તે એક્ઝિટ પોલ એક દમ સટીક હતા. આ વર્ષે 2022ની ચૂંટણીના એક્ઝિટ પોલ પણ ઈન્ડિયા ટુડે પોલમાં જણાવાયું છે જે ગુજરાત તકમાં આપ વાંચી શકશો. જોકે એક્ઝિટ પોલ એક શક્યતાઓ દર્શાવતું ચિત્ર ઊભું કરે છે. જે પરિણામ પહેલા તેનો લગભગ ચિતાર આપી શકે. જોકે ઈતિહાસમાં એવું પણ બની ચુક્યું છે કે ઘણી વખત એક્ઝિટ પોલથી મતગણતરી વખતનું ચિત્ર સાવ અલગ પણ ઉપસ્યું હોય.
ADVERTISEMENT
કોણે આપ્યા સટિક એક્ઝિટ પોલ
આપણે વાત કરીએ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની તો તે ચૂંટણીમાં ભાજપને 99 કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ઉપરાંત 3 અપક્ષ અને બીટીપીને 2 બેઠક મળી હતી. આ સાથે જ એનસીપીએ એક બેઠક પર જીત હાંસલ કરી હતી. એક્ઝિટ પોલમાં ગત વખતે બે પોલ એવા હતા જે મતગણતરી વખતે આવેલા પરિણામની સાવ નજીક હતા. ઈન્ડિયા ટુડે એક્ઝિટ પોલ અને ઝી ન્યૂઝ એક્સિસ પોલ તે બંને પોલ ઘણા જ સટિક રીતે સામે આવ્યા હતા. જે તે સમયે બંને પોલમાં ભાજપ 99થી 113 બેઠક મેળવતી હતી, કોંગ્રેસ 68થી 82 બેઠકો પર જીતે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ હતી. તે સમયે ઈન્ડિયા ટુડેનો એક્ઝિટ પોલ ઘણો ખરો સચોટ હતો. તે પોલ પ્રમાણે અન્યના ખાતે પણ 1થી 4 બેઠકો આવતી હતી.
શું હોય એક્ઝિટ પોલ
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં મતદાન કર્યા પછી કરવામાં આવતા સર્વેના ચિતારને એક્ઝિટ પોલ કહેવાય છે. તેનાથી પરિણામ કેવું હશે તેનો એક અંદાજ લગાવાતો હોય છે. ગુજરાતમાં અગાઉ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી ઘણી ખરી સાચી સાબિત થઈ હતી. હવે આગામી ચૂંટણીમાં કેવું ચિત્ર સામે આવે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT