ભાવનગર : ભાવનગર એસઓજી દ્વારા છેલ્લા 7 કલાકથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. જો કે પોલીસ એવા તો શું સવાલ કરી રહી છે તેવા દરેકને સવાલ થઇ રહ્યો છે. યુવરાજસિંહના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર મોટા પ્રમાણમાં એકત્ર થઇ ગયા છે. જો કે પોલીસે બળપ્રયોગ કરીને તેમને હટાવી દીધા છે. જો કે પોલીસ સ્ટેશનની બહાર હજી પણ મોટા પ્રમાણમાં યુવાનો એકત્ર થયા છે. આ ઉપરાંત પોલીસ પણ સતત યુવરાજસિંહની મેરેથોન પુછપરછ કરી રહી છે. જો કે યુવરાજસિંહના સમર્થકોને યુવરાજસિંહની ધરપકડ થાય તેવી ભીતીને ધ્યાને રાખીને સોશિયલ મીડિયા દ્વારા મહત્તમ લોકોને ભાવનગર એકત્ર થવા માટે અપીલ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ કોઇ પણ પ્રકારે વાતાવરણ ન હડોળાય તે માટે સતત પ્રયાસરત્ત છે સ્થિતિ પર બારીક નજર રાખી રહી છે.
ADVERTISEMENT
યુવરાજસિંહે સિંહે જવાબ રજુ કરવા જતા પહેલા કર્યું શક્તિપ્રદર્શન
ડમી અને પેપરલીક કાંડ મુદ્દે સમગ્રકાંડને બહાર લાવનારા યુવરાજસિંહને જ ભાવનગર એસઓજી દ્વારા તેડુ આપવામાં આવ્યું હતું. જો કે યુવરાજસિંહે પહેલા હાજર થવાના હતા અને અચાનક નાટ્યાત્મક રીતે તબિયત કથળી અને દાખલ થયા હોવાનું તેમની પત્નીએ જણાવ્યું હતું. ત્યાર બાદ બીજા દિવસે યુવરાજસિંહ તાજામાજા થઇને એસઓજીને પોતાની જુબાની આપવા માટે પહોંચ્યા હતા. અહી તેઓએ પણ જુબાની આપવા જતા પહેલા ભગવાનના દર્શન કર્યા અને મોટા પ્રમાણમાં સમર્થકો સાથે જુબાની આપવા માટે પહોંચ્યા અને પોલીસ અને રાજકારણીઓ પર શક્તિપ્રદર્શન કરીને પરોક્ષ દબાણ પેદા કર્યું હતું.
જેટલા મંત્રીઓનાં નામ ઉછાળ્યા તે અંગેના પુરાવા માંગવામાં આવ્યા
આ ઉપરાંત તેણે બંધ કવરમાં 30 નામ આપવાના હોવાનું અને તેમાં અનેક મોટા માથાક જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને હાલના એખ મંત્રીનું પણ નામ હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. આ ઉપરાંત અત્યાર સુધી ઇશારાઓમાં વાત કરનારા યુવરાજસિંહે સ્પષ્ટ રીતે જીતુ વાઘાણીનું નામ લઇ લીધું હતું. તેની પણ પુછપરછ થવી જોઇએ તેવા સવાલો ઉછાવ્યા હતા. ગઇકાલે રાત્રે લાઇવ થઇને કહ્યું કે, 156 પ્લસ ભ્રષ્ટાચારના હાથીની સામે હુ એક સામાન્ય મચ્છર છું, પરંતુ આ મચ્છર ભ્રષ્ટ હાથીને તાંડવ કરાવશે તેવો પડકાર પણ ફેંક્યો હતો.
આ સવાલો પુછવામાં આવ્યા
1. બિપિનને કેટલા સમયથી ઓળખો અને કેવા સંબંધ છે?
2. બિપિન ત્રિવેદીએ જે વીડિયો જાહેર કર્યો તે અને તેમા કરાયેલા આક્ષેપો અંગે તમારૂ શું કહેવું છે?
3. પેપરલીકના તથા ડમી કાંડ મુદ્દે તમારી પાસે બીજી કેટલી માહિતી છે, અન્ય કેટલા નામ છે ?
4. ડમીકાંડને લઇને તમારા પર જે આરોપ લાગી રહ્યા છે? પૈસા લઇ નામ છુપાવ્યું તે અંગે શું કહેવું છે?
6. પૈસા લઇને નામ છુપાવ્યા કે માનવતા ખાતર નામ છુપાવ્યા?
7. માનવતા ખાતર માત્ર 2 જ નામ કેમ છુપાવ્યા? અન્ય ડમી લોકોને તમે માનવ નથી માનતા?
8. તમારી પાસે માહિતી ક્યાંથી આવી અને કઇ રીતે આવી?
9. તમે કૌભાંડો અંગે જે માહિતી લઇને આવો છો તે તમને કઇ રીતે મળે છે?
10. હજી બીજા કેટલા લોકોની માહિતી છે? શું નામ દબાવવા માટે દરેક ભરતીમાં પૈસા લીધા છે?
11. યુવરાજ સિંહ કેટલા વખતથી આ માહિતી એકત્ર કરી રહ્યા છો? કેટલી ભરતી અંગેની માહિતી છે?
12. યુવરાજસિંહે પૈસા લીધા છે? જો હા તો કેટલા? નહી તો સ્પષ્ટતા આપો
10. અન્ય ઘણા નામની વાત કરો છો તેમાં કોણ કોણ છે?
11. યુવરાજસિંહને પૈસા નહોતા લીધા તો નામ કેમ છુપાવ્યા? માનવતા વાળો એંગલ બે જ વિદ્યાર્થીઓ માટે કેમ?
12. યુવરાજસિંહના સાળાનું પણ નામ છે, તો શું તે તમારી સાથે આમાં સંડોવાયેલો છે?
13. સાળા પાસે વસુલી કરાવી રહ્યા છો? જેથી તમારૂ નામ ખરાબ ન થાય અને ઉઘરાણી પણ ચાલુ રહે?
13. અન્ય કેટલી ભરતીના ડમી વિદ્યાર્થીઓના નામ છે?
14. પૂર્વ શિક્ષામંત્રી પાસે વિરુદ્ધ કોઇ પુરાવા છે તમારી પાસે? જો હા તો સોંપવામાં આવે
15. અનેક કિસ્સામાં તમારો દાવો છે કે પુરાવા પહેલાથી જ હતા તો પછી પરીક્ષા પુર્ણ થયા બાદ જાહેર કેમ કરો છો?
16. તમે વિભાગીય વડાઓ અને મંત્રીઓને પુરાવા સોંપ્યાનો દાવો કરો છો તો તે અંગેના પુરાવા આપો?
17. વિવિધ મંત્રીઓ અને વિભાગીય વડાઓ આ બાબતનો ઇન્કાર કરે છે તો તમે સરકારને બદનામ કરવાનું કાવત્રું કરી રહ્યા છો?
18. તમે 2004 થી જ ભરતી કૌભાંડ ચાલી રહ્યાના આક્ષેપો કરો છો તો ત્યારના પુરાવા છે કે માત્ર વાતો છે?
19. ડમી કૌભાંડમાં માત્ર સરકારી નહી યુનિવર્સિટી, શિક્ષણબોર્ડ અને સરકારી ભરતીમાં પણ કૌભાંડના તમારા આક્ષેપ છે, તેના પુરાવા શું?
20. ડમી કૌભાંડ અને સરકારી ભરતી કૌભાંડ ઉત્તર ગુજરાતમાં પણ ચાલતો હોવાનો દાવો છે તો ઉત્તર ગુજરાતના ભરતી કૌભાંડ અંગે શું માહિતી છે?
21. સરકારી ભરતી અંગે જે પણ અધિકારી,મંત્રી કે અન્ય કોઇ પણ માહિતી હોય તો તે તમામ સોંપવા તૈયાર છો?
22. કેટલાક સ્ક્રિન શોટ પણ દેખાડવામાં આવ્યા જેનો યુવરાજસિંહ સંતોષજનક જવાબ આપી શક્યા નહોતા.
2004 થી કૌભાંડ ચાલી રહ્યો હોવાના દાવાના પુરાવા મંગાયા
યુવરાજસિંહે જણાવ્યું કે, ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે પત્રકાર પરિષદ આયોજીત કરીને અનેક મંત્રીઓ અને પૂર્વમંત્રીઓના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત તેમને ભાજપમાં જોડાઇ જવા માટે તમામ પ્રકારના પ્રલોભનો આપવામાં આવ્યા હતા. આ તમામ કૌભાંડ 2004 થી ચાલી રહ્યા હોવાનો દાવો પણ યુવરાજસિંહે કર્યો હતો. આ કૌભાંડમાં અનેક પૂર્વમંત્રીઓ પણ સંડોવાયેલા હોવાનો પણ દાવો યુવરાજસિંહે ચકચાર મચી ગઇ છે. કારણ કે 2004 થી કૌભાંડ ચાલી રહ્યું હોય તેમાં સરકારના મંત્રીઓની સંડોવણી હોય તો તેમાં પીએમ મોદી અને અમિત શાહ સામે પણ યુવરાજસિંહ આંગળી ઉઠાવી રહ્યા છે તેવું સિદ્ધ થાય છે. જેના કારણે હવે આ મામલો ખુબ જ મોટા સ્તર પર લંબાઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT