ગાંધીનગર : ગુજરાતમાં PSI ભરતી કૌભાંડમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. જો કે યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજીને એક જ વ્યક્તિનું નામ જાહેર કર્યું હતું. જો કે હવે ગુજરાત તક પર યુવરાજસિંહે ખુબ જ મોટો ઘટસ્ફોટ કર્યું હતું. અહીં તેમણે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા લોકોની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
યુવરાજસિંહે PSI તરીકે 10 લોકો ખોટી રીતે સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું
યુવરાજસિંહે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, ભરતીમાં એક સુનિયોજીત કાવત્રું છે. જેમાં સરકારના મંત્રીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી છે. યુવરાજસિંહે કહ્યું કે, બિરસામુંડા ભવનના મુખ્ય અધિકારી અને કરાઇ પોલીસ ટ્રેનિંક એકેડેમીના હાલમાં ચાર્જમાં રહેલા અધિકારી અથવા ADI ની મિલિભગત છે. તેના કારણે જ આ PSI ખોટી રીતે ઘુસી ગયો હતો. આ વ્યક્તિ પકડાયો બાકી આની અગાઉ અનેક લોકો આવું કરીને આવી મોડસઓપરેન્ડીથી પાસ થઇ ચુક્યા હોઇ શકે છે.
સરકારમાં બેઠેલા જ ઉચ્ચ અધિકારીઓ સમગ્ર રેકેટ ચલાવે છે
સરકારમાં બેઠેલા વ્યક્તિઓ જ આ આખુ રેકેટ ચલાવે છે. આ વ્યક્તિઓ એક બીજાને બચાવતા રહે છે. આ કૌભાંડમાં પણ બેદરકારીના કારણે આ ઘટના બની છે તેવું કહીને સમગ્ર મામલો રફાદફા કરી દેવામાં આવશે. સરકારની મંશા જ નથી તેઓ આસિત વોરા જેવા વ્યક્તિને પણ બચાવી રહ્યા હતા. સરકાર આ પ્રકારના ભ્રષ્ટાચારીઓને છાવરી રહ્યા છે.
ADVERTISEMENT