Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર થઈ ચૂક્યો છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. આ સાથે જ ગુજરાતની પોરબંદર, માણાવદર, વીજાપુર, ખંભાત અને વાઘોડિયા વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાશે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) એ મોટા ધડાકા કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ ખુલ્લેઆમ આમ આદમી પાર્ટી પાર્ટી સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
'મંચ'માં યુવરાજસિંહના મોટા ધડાકા
ગુજરાત તક (Gujarat Tak)ના ખાસ કાર્યક્રમ 'મંચ'માં મહેમાન તરીકે વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં યુવરાજસિંહને અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં તેઓએ અનેક મોટા-મોટા ખુલાસા કર્યા હતા. તેઓએ પેપરલીક કાંડથી લઈને ડમીકાંડ સુધીની વિગતવાર માહિતી આપી હતી.
વિદ્યાર્થીઓએ જ બન્યા છે મારું પીઠબળઃ યુવરાજસિંહ
ગુજરાત તક દ્વારા 'મંચ' કાર્યક્રમમાં યુવરાજસિંહને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ પરથી તેઓ આમ આદમી પાર્ટીથી નારાજ હોય તેવું સ્પષ્ટ લાગી આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, દરેક પરિસ્થિતિમાં હંમેશા મારી પડખે કોઈ આમ આદમી પાર્ટીના નેતા નહીં, પરંતુ વિદ્યાર્થીઓ જ ઉભેલા છે. વિદ્યાર્થીઓ જ મારા ટેકેદાર બન્યા છે અને પીઠબળ બન્યા છે.
'હું વિદ્યાર્થી નેતાની ટેગલાઈન સાથે આગળ વધી રહ્યો છું'
એટલું જ નહીં જ્યારે હું જેલમાં હતો, ત્યારે મારા પરિવારને મોરલ સપોર્ટ પણ કોઈ નેતા કે આગેવાન દ્વારા આપવામાં આવ્યો નથી. જ્યારે હું જેલમાંથી છુટ્યો ત્યારે મને રિસીવ કરવા માટે પણ કોઈ નેતા કે આગેવાન નહીં પરંતુ વિદ્યાર્થીઓ જ આવ્યા હતા. જેથી હું વર્તમાન સમયમાં હું આમ આદમી પાર્ટીના નેતા નહીં પરંતુ વિદ્યાર્થી નેતાની ટેગલાઈનને લઈને જ આગળ ચાલું છું. આ સાથે જ તેઓએ આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંગઠનના ભાગરૂપે મારી સાથે કોઈ જ નેતા નથી. પરંતુ વિદ્યાર્થીઓના હિત માટે હું ગમે તે કરવા તૈયાર છું.
જુઓ, લોકસભાની ચૂંટણી પહેલા યુવરાજસિંહ સાથે ખાસ વાતચીત
ADVERTISEMENT