EXCLUSIVE: આ MLA મંત્રી બનશે, PM ના આગમન બાદ મોડી રાત્રે ગયા ફોન

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર સરકાર રચવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલની પસંદગી થઇ ચુકી છે. જોકે…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ ફરી એકવાર સરકાર રચવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલની પસંદગી થઇ ચુકી છે. જોકે ભુપેન્દ્ર પટેલ મુદ્દે સ્પષ્ટતા થઇ ગયા બાદ હવે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તે મુખ્ય પ્રશ્ન છે. જો કે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા હતા. તેઓ સાથે મંત્રણા કર્યા બાદ મોડી રાત્રે અનેક ધારાસભ્યોને ફોન ગયા હતા અને કાલે મંત્રીપદના શપથગ્રહણ માટે તૈયાર રહેવા સુચના આપવામાં આવી હતી.

મોડી રાત્રે કુલ 14 ધારાસભ્યોને ફોન ગયા
મોડી રાત્રે કમલમમાંથી હર્ષ સંઘવી, ઋષીકેશ પટેલ, કનુ દેસાઇ, રાઘવજી પટેલ, મુળુબેરા, કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપુત, મુકેશ પટેલ, ભાનુબેન બાબરિયા, બચુ ખાબડ, કુબેર ડિંડોર, જગદીશ પંચાલ, મુકેશ પટેલ અને ભીખુ પરમારનો સમાવેશ થાય છે.

રેકોર્ડ જીતની ઉજવણી પણ ઐતિહાસિક કરવામાં આવશે
ગુજરાતમાં ભાજપને મળેલી રેકોર્ડબ્રેક જીતનો ઉત્સવ મનાવવા માટે મોટા પાયે વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ ઉજવણી પણ ઐતિહાસિક કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપી દીધું છે. નવી સરકાર રચવા માટે તડામાર તૈયારીઓ સચિવાલય, હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહી છે.

    follow whatsapp