નવી દિલ્હી : ગુજરાત માટે 09-11-2022 નો દિવસ ખુબ જ નાટકિય રહ્યો હતો. જ્યારે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓના એક પછી એક રાજીનામા અને પોતે ચૂંટણી નહી લડે તે પ્રકારના નામ આવવા લાગ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા નામો જાહેર થાય તે પહેલા જ નાટકીય રીતે આ તમામ દિગ્ગજ નેતાઓએ પોતે ચૂંટણી નથી લડવાના તે પ્રકારના લખેલા પત્રો વાયરલ થવા લાગ્યા હતા. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય સમિતીની બેઠક એક તરફ ચાલી રહી હતી અને બીજી તરફ એક પછી એક દિગ્ગજ નેતાઓ પોતે ચૂંટણી નહી લડે તેવી જાહેરાતો કરતા હતા.
ADVERTISEMENT
મોડી રાત સુધી ઉમેદવારોની બેઠક અંગે મહામંથન ચાલતું રહ્યું
જો કે મુરતીયા નક્કી કરવાની બેઠક દિલ્હીમાં ચાલી રહી હતી જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત સીઆર પાટીલ અને અમીત શાહ અને પીએમ મોદી સહિત સમગ્ર પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્યો હાજર હતા. જેમાં આ તમામ ઉમેદવારોના નામ પર ફાઇનલ મહોર લાગી હતી. પરંતુ રાત્રે પત્રકારો રાહ જોતા રહ્યા અને મોડુ થઇ ગયું હોવાના કારણે ઉમેદવારોની યાદી સવારે જાહેર કરવાનો નિર્ણય લેવાઇ ગયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
જો કે ભાજપ અંગે ક્યારે પણ સુત્રો સફળ નિવડ્યા નથી
અત્રે નોંધનીય છે કે, ભાજપ બાબતે સુત્રો ક્યારે પણ સાચ્ચા નથી રહ્યા. જ્યારે જ્યારે સુત્રોએ ભાજપ અંગે મોટી અટકળો લગાવી તે ખોટી જ પડી છે પછી તે વિજય રૂપાણીના રાજીનામા બાદ નીતિન પટેલના મુખ્યમંત્રી બનવાનું હોય કે પછી આનંદીબેનના રાજીનામા બાદ મુખ્યમંત્રીઓની રેસ હોય. બંન્ને વખતે વિજય રૂપાણી અને ભુપેન્દ્ર પટેલ જેવા સરપ્રાઇઝીંગ નામની જાહેરાત કરીને ભાજપે તમામ લોકોને ચોંકાવી દીધા હતા.
ADVERTISEMENT