ગોપી મણીયાર ઘાંઘર/અમદાવાદ : અતિક અહેમદ ફરી એકવાર અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવી પહોંચ્યો છે. ભારે હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે તેને યુપી લઇ જવાયો હતો અને ત્યાંથી પરત પણ લાવવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર યાત્રા ખુબ જ હાઇવોલ્ટેજ રહી હતી. ગુજરાત સાબરમતી સેન્ટ્રલ જેલ પર પરત આવ્યા બાદ અતિક અહેમદ સાથે GUJARATTAK દ્વારા EXCLUSIVE વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતમાં તેણે મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પોતાના તરફથી કેટલીક સ્પષ્ટતાઓ પણ કરી હતી.
ADVERTISEMENT
મીડિયાના કારણે જ હું આજે જીવતો પરત ફર્યો છું
અતિક અહેમદ સેન્ટ્રલ જેલ પર પહોંચતા પહેલા એક્સક્લુઝીવ ગુજરાત તક સાતે વાતચીત કરી હતી. અતિકે જણાવ્યું કે, મીડિયાના લોકોનો ખુબ ખુબ આભાર. તેમના કારણે જ હું અહીં જીવતો પહોંચ્યો છું. મીડિયાના લોકોનો ખુબ ખુબ આભાર. તમારા જ કારણે હું બચી શક્યો છું. હું હવે સુપ્રીમ કોર્ટ જઇશ અને મારો બચાવ કરીશ. તમારા લોકોની મહેરબાની છે તમે લોકોએ ખુબ જ મદદ કરી છે. ઉમેશ પાલની હત્યાનો આક્ષેપ ફગાવતા તેણે કહ્યું કે, હું જેલમાં છું.હું કઇ રીતે કોઇની હત્યા કરી શકું કે કરાવી શકું.
મારી પત્ની નિર્દોષ છે તેનો આમાં કોઇ જ હાથ નથી
અતિકના પત્ની અંગે તેણે કહ્યું કે, તેના જામીનની અરજી કરેલી છે. તેણે કાંઇ કર્યું નથી તે છુટી જશે. મને ન્યાયતંત્ર પર ભરપુર વિશ્વાસ છે. પોતાના ભાઇ અસદ અંગે તેણે કહ્યું કે, તે અંગેની કોઇ માહિતી તેની પાસે નથી.પોતે જેલમાં છે તો કઇ રીતે કોઇની માહિતી રાખી શકે. જ્યારે ફોન અંગે તેને પુછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, જેલમાં જામર હોય છે. ફોનમાંથી વાત કરી શકવાની કોઇ શક્યતા જ નથી. અહીં ફોન નથી ચાલતો.તેથી આક્ષેપો લાગી રહ્યા છે તે ખોટા છે. સાબરમતી જેલમાં સુવિધા અંગે તેણે કહ્યું કે, હું સામાન્ય રીતે અન્ય કેદીઓ જે પ્રકારે રહે છે તે પ્રકારે જ રહુ છું. યુપી સરકાર અંગે પુછવામાં આવતા તેણે કંઇ પણ તેણે કાંઇ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો.
ADVERTISEMENT