EXCLUSIVE: હીરાબાને આ તકલીફ થતા U.N Mehta હોસ્પિટલમાં દાખલ કરાયા

અમદાવાદ : PM મોદીના માતા હીરાબાની તબીયત લથડતા તેમને કાલે સાંજે જ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં મુખ્યમંત્રી, આરોગ્યમંત્રીથી માંડીને મુખ્ય સચિવ…

gujarattak
follow google news

અમદાવાદ : PM મોદીના માતા હીરાબાની તબીયત લથડતા તેમને કાલે સાંજે જ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં મુખ્યમંત્રી, આરોગ્યમંત્રીથી માંડીને મુખ્ય સચિવ સુધીના અધિકારીઓ અને રાજકીય હસ્તીઓનો ખડકલો થઇ રહ્યો છે. અનેક ધારાસભ્યો સહિતની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે ભારે વીઆઇપી મુવમેન્ટ જોવા મળી રહી છે.

હીરા બાના સ્વાસ્થય અંગે અધિકારીક બુલેટિન બહાર પડાયું
જો કે હીરાબાના સ્વાસ્થય અંગે યુ.એન મહેતા હોસ્પિટલ દ્વારા અધિકારીક રીતે બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે. જો કે તેમની સારવાર સેની ચાલી રહી છે તે અંગેની EXCLUSIVE માહિતી GUJARAT TAK પાસે છે. જેના અનુસાર હીરા બાને કફ થઇ જવાના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.

કફની સમસ્યા થવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ હતી
મોડી સાંજે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઉપરાંત બ્લડ અને ઇસીજી સહિતના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જે તમામ રિપોર્ટ સારા આવ્યા હતા. રાત્રી દરમિયાન કફની સારવાર થતા હવે તેઓની સ્થિતિ સ્થિર છે. તેઓ ધીરે ધીરે રિકવર પણ થઇ રહ્યા હોવાનું હોસ્પિટલ તંત્ર જણાવી રહ્યું છે.

    follow whatsapp