સૌરભ વક્તાનિયા/ અમદાવાદઃ GUJARAT TAK ઈન્ડિયા ટૂડે ગ્રુપને બિલકિલ બાનો કેસના વિશિષ્ટ દસ્તાવેજો મળ્યા. જેના એક્સેસ દરમિયાન સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે ગુજરાત સરકારે 11 દોષિતોને મુક્ત કરતા સમયે તમામ કાયદા, નીતિ નિયમો અને કાયદાકીય અભિપ્રાયો તથા સુપ્રિમ કોર્ટના તમામ આદેશોનું પાલન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે નીતિ અને તમામ નિયમોના પાલન સાથે બિલકિસ બાનો કેસના તમામ 11 દોષિતોને મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. સમગ્ર કાયદીય તબક્કાઓ પર નજર કરીએ…..
ADVERTISEMENT
ઈન્ડિયા ટૂડે ગ્રુપે જે દસ્તાવેજોનો અભ્યાસ કર્યો છે તેમાં 18 ડિસેમ્બર 1978 પછી આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિતોને મુક્ત કરવા માટેના સુધારાઓ જણાવવામાં આવ્યા છે. તેવામાં જો કોઈ દોષિતને આજીવન કેદની સજા 18 ડિસેમ્બર 1978 પછી મળી હોય અને તેને મુક્ત કરવામાં આવે તો કયા નિયમોનું પાલન કરવું એ અંગે જણાવાયું છે. આની સાથે જ 18 ડિસેમ્બર 1978 પહેલા જે દસ્તાવેજો હતા તેના નિયમો ઘણા અલગ હતા.
9 જુલાઈ 1992એ ગુજરાત સરકારના ડેપ્યુટી સેક્રેટરીના આદેશથી આમાં સુધારાઓ કરવામાં આવ્યા હતા. જેથી ગુજરાત સરકારે 13 મેના દિવસે સુપ્રિમ કોર્ટના નિર્દેશને પગલે 1992ની પોલિસી પર ધ્યાન આપ્યું છે. આ પરિપત્ર આજીવન કેદના દોષિતોને મુક્ત કરવા ઉપર છે. જેમણે 18 ડિસેમ્બર 1978ના દિવસે અને ત્યારપછી સ્પષ્ટપણે 14 વર્ષની જેલમાં સજા ભોગવી હોય.
આજીવન કેદના દોષિતો ક્યારે જેલમાંથી મુક્ત થઈ શકે છે!
ઈન્ડિયા ટૂડે ગ્રુપે જે વિશિષ્ટ દસ્તાવેજો એક્સેસ કર્યા છે એ જણાવે છે કે રાજ્ય સરકાર CrPCની કલમ 432, 433, 435 હેઠળ સત્તાનો ઉપયોગ કરી શકે છે. તથા જેલમાં રહેલા દોષિતો જો 14 વર્ષ કે તેથી વધુનો સમય કેદ રહે તો કેટલાક માપદંડોની તપાસ હાથ ધરવામાં આવે છે.
ઈન્ડિયા ટૂડે ગ્રુપે આ તમામ દસ્તાવેજો એક્સેસ કર્યા છે. જેમાં જણાવાયું છે કે દોષિતે 14 વર્ષ સુધી જેલમાં પસાર કરવા પડે છે અને આ દરમિયાન તેનું વર્તન પણ સારુ હોવું જોઈએ. આરોપીની વર્તણૂક વિશે ત્યારપછી જેલના જનરલ ઈન્સપેક્ટરની પૂછપરછ થાય છે. જો બંને પાસાઓ સકારાત્મક રહ્યા તો આરોપીને મુક્ત કરવાની કાર્યવાહી શરૂ કરી શકાય છે.
જ્યૂડિશિયલ અપોઈન્ટમેન્ટ્સ કમિશન (JAC)માં જેલ સુપ્રિટેન્ડન્ટ, ડિસ્ટ્રિક્ટ SP, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને અન્ય એડવાઈઝરી કમિટિના બોર્ડ મેમ્બર્સ હોવા જોઈએ.
11 દોષિતોએ જેલમાં વિતાવેલા સમય અંગે માહિતી
ADVERTISEMENT