વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર સાંસદ રવિ કિશન સાથે Exclusive વાતચીત

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આ અવસરે બોલિવૂડ અભિનેતા અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશન અહીં ગુજરાતના નર્મદામાં આવ્યા છે. તેઓએ…

ravi kishan

ravi kishan

follow google news

નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આ અવસરે બોલિવૂડ અભિનેતા અને ગોરખપુરના બીજેપી સાંસદ રવિ કિશન અહીં ગુજરાતના નર્મદામાં આવ્યા છે. તેઓએ વડાપ્રધાનના જન્મદિવસ પર ખાસ મૂલાકાત જણાવ્યું હતું કે. મોદીજીએ કોટમાં લીંબુ અને ચાર મરચાં લગાડવા જોઈએ કારણ કોઈની નજર ન લાગી જાય. વિરોધના પક્ષના કેટલાક જૂથ બનાવી રહ્યા છે, પરંતુ 25 અને 2030માં પણ તમારા આશીર્વાદથી ભાજપને કોઈ હરાવી શકશે નહીં. મેં વિદેશ યાત્રા કરી છે ત્યારે નરેન્દ્ર મોદીના કારણે ઘણા દેશો હવે નાના દેખાવા લાગ્યા છે. હું મોદીજીને નમન કરું છું અને પ્રાર્થના કરું છું કે તેઓ અમારી ઉંમર પણ તેમને મળી જાય, તેમણે દેશને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે.

મોદીજીએ કેવડિયાને સ્વર્ગ બનાવ્યું
હું મહાદેવનો ભક્ત છું, મોદીજી તમે પણ મહાદેવના ભક્ત છો. ત્યારે હું કહું છે તેમના જેવા મહાપુરુષો અવતરિત થતા હોય છે. નરેન્દ્ર મોદીએ દેશના દરેક વર્ગનો વિકાસ કર્યો છે. મોદીજીએ કેવડિયાને સ્વર્ગ બનાવ્યું છે. અહીંયા કેટલાક યુવક યુવતીઓને મળ્યો તેમને કહ્યું કે અમે ભૂતકાળમાં તમારો ઓટોગ્રાફ લીધો હતો. તેઓ કહે છે કે મોદીજીએ અમને કામ આપ્યું છે, નોકરીઓ આપી છે. રવિ કિશન ને પૂછવામાં આવ્યું તમે ક્યાં મુદ્દે પ્રભાવિત થયા હતા તો રવિ કિશને જણાવ્યું હતું હું સૌથી વધુ પ્રભાવિત થયો હતો જ્યારે તેમણે શૌચાલય બનાવ્યું હતું. શૌચાલય ન હોઈ તો શું તકલીફો પડે તે ગામડાઓમાં જોયું છે. જ્યારે હું તેમના પગને સ્પર્શ કરવા ગયો ત્યારે તેમણે મારો હાથ પકડીને કહ્યું કે ભારત જુકેગા નહીં.

મોદીજી કો મેરી ભી ઉંમર લગ જાયે
સાંસદ રવિ કિશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વધુ જણાવ્યું કે, તેમની કાર્યશૈલી જોઈ લાગે કે તેઓ ત્યાગીની જેમ તપ કરી રહ્યા છે. તેઓ દેશ માટે દેશની જનતા માટે કઈ નવું રોજે રોજ વિચારે છે. મેં કેવડિયા જોયું છે, કેવડિયા રાજપીપળામાં 10 થી 12 વર્ષ પહેલા જંગલ હતું. પણ આજે અહીં ઘણો વિકાસ થયો છે. હું સુપર સ્ટાર પણ આ ધરતીના કારણે બન્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા ભારતના શિલ્પકાર છે. સાથે રવિ કિશને કહ્યું કે તમે મહાદવના ભક્ત છો, હું પણ શિવનો ભક્ત છું ત્યારે હું કહું છું કે હમારે મોદીજી કો મેરી ભી ઉંમર લગ જાયે.

    follow whatsapp