EXCLUSIVE: જામીન મળવા છતાં ચૈતર વસાવા હજુ જેલમાં જ રહેશે! બહાર નીકળવા માટે શું રાખી શરત?

AAP MLA Chaitar Vasava News: છેલ્લા 39 દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે સોમવારે જામીન મળ્યા હતા. જે બાદ તેઓ જેલમાંથી…

gujarattak
follow google news

AAP MLA Chaitar Vasava News: છેલ્લા 39 દિવસથી જેલમાં બંધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે સોમવારે જામીન મળ્યા હતા. જે બાદ તેઓ જેલમાંથી બહાર આવશે તેવી ચર્ચાઓ હતી. જોકે હવે ગુજરાત તકને મળી રહેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ, જામીન મળવા છતાં ચૈતર વસાવા હાલ જેલમાંથી બહાર નહીં આવે.

ચૈતર વસાવાના પત્ની હજુ પણ જેલમાં

વિગતો મુજબ, ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવા હજુ પણ જેલમાં છે અને તેમના જામીનની સુનાવણી આગામી 24 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એવામાં પત્નીને જામીન મળ્યા બાદ જ ચૈતર વસાવા જેલમાંથી સજોડે બહાર આવશે. આમ જામીન મળવા છતાં હજુ પણ ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે.

સોમવારે ચૈતર વસાવાને મળ્યા હતા જામીન

જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેશન જજ એન. આર. જોશીની કોર્ટ ચૈતર વસાવાના જામીન સોમવારે મંજુર કર્યા હતા. એવામાં આજે તેઓ જેલમાંથી મુક્ત થશે આવશે. ચૈતર વસાવા પર વન કર્મીઓને માર મારવા અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરવાનાં ગુન્હામાં રાજપીપળા જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. ચૈતર વસાવાને જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદમાં બહાર રાખવાની શરતે જામીન આપ્યા છે. કોર્ટે એક લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી નર્મદા અને ભરૂચ સિવાયના વિસ્તારમાં રેહવાનું રેહશે.

શું હતો સમગ્ર મામલો?

નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જંગલની અમુક જમીન પર મોટામાથાઓએ કબ્જો જમાવી લીધો હતો. આ જમીનમાં ગેરકાયદે કબજો કરાયો હોવાનું ધ્યાને આવતા વનવિભાગના અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા. ત્યારે જમીન પર ખેડાણની બાબતમાં ધારસભ્ય ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ચૈતર વસાવા પર વનકર્મીઓને માર મારવાનો અને ધમકાવવાનો ગુનો નોંધાયો હતો. જે બાદ તેઓ 14 ડિસેમ્બરથી જેલમાં છે. આ ગુનામાં 8 આરોપીઓમાંથી 5ને કોર્ટે જામીન આપી દીધા છે.

(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp