ગાંધીનગર : GCMMF ના એમ.ડી આર.એસ સોઢીને તત્કાલ અસરથી ડિરેક્ટર પદેથી હટાવાયા છે. જીસીએમએમએફના ચેરમેનને તત્કાલ અસરથી હટાવવામાં આવ્યા છે. હવે સોઢીના સ્થાને જયેન મહેતા અમુલના એમડીનો ચાર્જ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દશકથી એકલા હાથે અમુલની ધુરા સંભાળી હતી. તેઓ આ ચાર દાયકામાં અનેક નવા પ્રોજેક્ટ પણ શરૂ કર્યા હતા. જો કે સુત્રો અનુસાર દિલ્હીથી એક ફોન આવ્યો અને તત્કાલ બેઠક બોલાવીને સોઢીની હકાલપટ્ટી કરી નાખવામાં આવી હતી.
ADVERTISEMENT
સહકારીતા મંત્રાલય દ્વારા અપાયા હતા આદેશ
સુત્રો અનુસાર દિલ્હીના સહકારીતા મંત્રાલય દ્વારા આ આદેશ અપાયો હતો. ગુજરાતના સહકારીતા વિભાગ અને અમુલના મોવડી મંડળને સોઢીની હકાલપટ્ટી કરવા માટે પહેલા જ આદેશ આપી દેવાયો હતો. જેથી તેમની હકાલપટ્ટીનો તખ્તો તૈયાર થઇ ચુક્યો હતો. માત્ર દિલ્હીથી લીલીઝંડી આવે તેની રાહ જોવાઇ રહી હતી. આખરે આજે દિલ્હીથી લીલી ઝંડી આવી અને અમુલમાં ચાર દાયકાની સોઢીની બાદશાહત એક જ ધડાકે કડડભુસ થઇ ગઇ હતી.
સોઢી પર વારો-તારો કરવાનો હતો આક્ષેપ
અત્રે ઉલ્લેખનીય છે કે, સોઢી પર પોતાના ચોક્કસ મળતીયાઓને ફાયદો કરાવવો, પોતાની મનમાની કરવી અને સહકારીતાના માળખાને અનુરૂપ કાર્યવાહી નહી કરવાના આક્ષેપો લાગતા રહ્યા છે. અનેક વાર સ્થાનિક રાજકારણમાં આ અંગેની ફરિયાદો પણ થતી રહી છે. જો કે સોઢી પોતાનું પદ બચાવવામાં સફળ રહ્યા હતા. પરંતુ આ વખતે કેન્દ્ર સ્તરથી એક આદેશ આવ્યો અને સોઢીને ફરફરીયું પકડાવી દેવાયું હતું. તેમનો ચાર્જ હવે જયેન મહેતા સંભાળશે.
જયેન મહેતા હવે અમૂલના નવા એમડી
અત્રે ઉલ્લેખનીય છે કે, જયેન મહેતા અમુલના સીઓઓ હતા. તેઓને 2022 માં ઇન્ટરનેશનલ એડ્વર્ટાઇઝિંક એસોસિએશન દ્વારા માર્કેટીયર ઓફ ધ યર FMCG નો એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઉપરાંત સોઢીને પણ બિઝનેસ લીડર ઓફ ધ યરના એવોર્ડથી નવાજમાં આવ્યા હતા.
દિલ્હીથી ઇશારો થયો અને ઔપચારિક મીટિંગ બાદ પાણીચુ પકડાવી દેવાયું
મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા એક ઔપચારિક મીટિંગ બોલાવવામાં આવી હતી. જેમા ઔપચારિક રીતે સોઢીને તત્કાલ અસરથી ચાર્જ છોડી દેવા અને જયેન મહેતાને ચાર્જ સોંપવા માટેનો આદેશ અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સોઢી હાલ NDA (નેશનલ ડેરી એસોસિએશન)ના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાયા હતા. તેઓ 12 વર્ષ જેટલો સમય અમુલના એમડી તરીકે પદભાર સંભાળ્યો છે. અમુલમાં તેઓ છેલ્લા 30 કરતા પણ વધારે સમયથી કાર્યકરત છે. ગ્રામીણ મેનેજમેન્ટમાં તેઓએ પોસ્ટગ્રેજ્યુએશન કરેલું છે.
ADVERTISEMENT