અમદાવાદ: આખા વરસની મહેનતનો નિચોડ વિધાર્થીઓ આવતી કાલથી ઉત્તરવહીઓમાં વ્હાવશે. કાલે તારીખ 14 થી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારભં થવા જઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 10માં આશરે 9.56 લાખ વિધાર્થીઓ, ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 10 હજાર વિધાર્થીઓ અને આર્ટ્સ કોમર્સમાં કુલ 5 લાખ 65 હજાર જેટલા વિધાર્થીઓ પ્રથમવાર પરીક્ષા આપશે. ત્યારે તંત્ર દ્વારા ગેરરીતિ અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. ત્યારે કાલે તંત્રની પણ પરીક્ષા શરૂ થશે.
ADVERTISEMENT
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો આવતીકાલે 14 માર્ચથી શરૂ થશે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 14 માર્ચથી 29 માર્ચ સુધી ચાલશે.ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 14 થી 25 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 ની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલશે. ત્યારે પરીક્ષાને લઈ વિધાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે.
જિલ્લા શિક્ષણાધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી
આવતી કાલે 14 માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં ગુજરાતના 33 જિલ્લામાં ધોરણ 10 ની પરીક્ષા અંતર્ગત 958 પરીક્ષા કેન્દ્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 525 પરીક્ષા કેન્દ્રો અને વિજ્ઞાન પ્રવાહ માટે 140 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવશે. આ માટે જે તે જિલ્લા શિક્ષણાધિકારીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્નપત્રો તેમજ ઉત્તરવહીઓને લઈ જવા તેમજ લઈ આવવા માટેની ખાસ સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ગ આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જે તે સેન્ટર પર સીસીટીવી તેમજ પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવામાં આવી હતી
કાલે નેતાઓ પહોંચશે શાળા પર
આવતીકાલે સવારે પરીક્ષા કેન્દ્ર પર વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે રાજકીય મહાનુભાવો અને જિલ્લા શિક્ષણ અધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ કુમકુમ તિલક સાથે વિજય ભવની શુભકામના સાથે મોઢું મીઠું કરાવીને શુભકામના પાઠવશે.
ધોરણ 10નું ટાઈમ ટેબલ
14 માર્ચ- ગુજરાતી
16 માર્ચ- સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ- સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી
12 સામાન્ય પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ- નામના મૂળતત્વ
15 માર્ચ- તત્વ જ્ઞાન
16 માર્ચ- આંકડાશાસ્ત્ર
17 માર્ચ- અર્થશાસ્ત્ર
20 માર્ચ- વાણિજ્ય વ્યવસ્થા
21 માર્ચ-ગુજરાતી( દ્વિતીય ભાષા)
24 માર્ચ- ગુજરાતી ( પ્રથમ ભાષા)
25 માર્ચ- હિન્દી
27 માર્ચ- કોમ્પ્યુટર
28 માર્ચ- સંસ્કૃત
29 માર્ચ- સમાજ શાસ્ત્ર
આ પણ વાંચો: Banaskantha: રામ રાખે એને કોણ ચાખે, હત્યારાઓથી હેલ્મેટે બચાવ્યો જીવ,જાણો કેવી રીતે ?
12 સાયન્સ પ્રવાહનું ટાઈમ ટેબલ
14 માર્ચ-ભૌતિક વિજ્ઞાન
16 માર્ચ- રસાયણ વિજ્ઞાન
18 માર્ચ- જીવ વિજ્ઞાન
20 માર્ચ- ગણિત
23 માર્ચ- અંગ્રેજી( દ્વિતીય ભાષા)
25 માર્ચ- કોમ્પ્યુટર
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT