અમદાવાદ : વડાપ્રધાન ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌવંશ અને ગૌ માતાના રખરખાવ,નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો પ્રારંભ કરાવશે
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે.રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ ના બજેટમાંજાહેર કરી છે.વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને સહાયની રકમ અર્પણ કરશે.
પીએમ મોદીનો પણ વિરોધ કરવાના મુડમાં હતા ગૌશાળા સંચાલકો
અત્રે ઉલ્લેખનીય છે કે, કાલે વડાપ્રધાન મોદી અંબાજી આવવાના છે ત્યારે ગૌશાળા સંચાલકો પીએમ મોદીનો પણ વિરોધ કરવાનું આહ્વાન કરી ચુક્યાં હતા. જો કે તે અગાઉ જ સરકાર દ્વારા ડેમેજ કંટ્રોલના ભાગ રૂપે આજે પીએમ મોદીના હસ્તે જ આ યોજનાના ઉદ્ધાટનની શરૂઆત કરાવવામાં આવશે તેવી જાહેરાત કરી દેતા હવે વિરોધ થાય તેવી શક્યતા ઓછી છે. જો કે તેમ છતા પણ પોલીસ હજી પણ સક્રિય છે અને આવા કોઇ પણ વિરોધને ડામવા માટેની સંપુર્ણ તૈયારી છે.
ADVERTISEMENT