અમદાવાદના તબીબોએ ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસની સારવાર નવી ટેકનિક વિકસાવી

અમદાવાદઃ ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસના દર્દીઓની સારવાર માટે અમદાવાદના એક ડોક્ટરે હરણફાળ ભરી છે. તબીબી ક્ષેત્રે અમદાવાદના આ ડોક્ટરની આ નવી તકનીક અત્યંત ઉપયોગી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસના દર્દીઓની સારવાર માટે અમદાવાદના એક ડોક્ટરે હરણફાળ ભરી છે. તબીબી ક્ષેત્રે અમદાવાદના આ ડોક્ટરની આ નવી તકનીક અત્યંત ઉપયોગી બને તેમ છે. અમદાવાદની ઈવા હોસ્પટલના આ ડોક્ટર્સની ટીમ દ્વારા ગાયનેક કેન્સર અને બાઉલ એન્ડોમેટ્રીઓસીસના નિદાન માટે એક નવો જ રસ્તો શોધી કાઢ્યો છે.

અમદાવાદની ઈવા હોસ્પિટલના લેપ્રોસ્કોપી અને ઓન્કોલોજી સર્જન ડો. દિપક લિંબાચિયા કહે છે કે, એન્ડોમેટ્રીઓસીસ એક એવો રોગ છે જેમાં ગર્ભની લાઈન જેવા કોષ બહારના ભાગમાં વિકસે છે જેથી હતાશા, નિરાશા, વ્યંધત્વ સહિતના રોગો થાય છે. દુનિયામાં દસ ટકા જેટલી એટલે કે 19 કરોડ જેટલી મહિલાઓ અને યુવતીઓમાં બાળક પેદા થવાના સમયે આ જોવા મળતું હોય છે. એન્ડોમેટ્રીઓસીસની દર્દીને અત્યંત દુખાવો, કામ કરવાનું ટાળવા, નિરાશા, થાક વગેરે થતા હોય છે. જોકે તેના આ લક્ષણોને કારણે તેનું નિદાન પણ યોગ્ય રીતે થઈ શકતું નથી. તેને પીડામુક્ત કરવા માટે બાઈલને દૂર કરવું પડે અને એક શસ્ત્રક્રિયા દ્વારા તે શક્ય છે.

આ ગામના 29 પુરુષો પાકિસ્તાની જેલમાં બંધઃ બાળકો પિતાનો ચહેરો જોયા વગર થાય છે મોટા

બાઉલ એબ્ડોમેનની બહાર કાઢવું પડતું નથી
તેમણે કહ્યું કે, અમારી આ તબીબી ટીમે ઘનિષ્ટ લેપ્રોસ્કોપી સારવાર પદ્ધતી વિકસાવી છે. જેમાં બાઉલના ભાગને ઓપરેશન વખતે એબ્ડોમેનની બહાર કાઢવું પડતું નથી અને તેના કારણે દર્દીને સાજા થવાના સમયમાં પણ ઝડપ જોવા મળે છે. ઉપરાંત કોલોરેક્ટલ રિસેક્શનથી આંતરડાના એન્ડોમેટ્રિઓસિસ મેનેજમેન્ટ લેપ્રોસ્કોપી સર્જિકલ ટેકનિક અને આઉટકમ અંગે ડો. દિપક લિંબાચિયા અને તેમની ટીમે દુનિયાનો સૌથી અનોખો અભ્યાસ રજૂ કર્યો છે. જેને ઈન્ટરનેશનલ અમેરિકન જરનલમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp