પર્યાવરણની સુરક્ષાના સંદેશ સાથે થાયલેન્ડ જવા નીકળેલો દિલ્હીનો યુવાન સાયકલ પર ગોધરા પહોંચ્યો

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ દિલ્હી ના વિકાસ કુમારે પર્યાવરણની સુરક્ષા માટે દિલ્હીથી થાઇલેંડ સાયકલ યાત્રા પર નીકળીને લોકોને જાગૃત કરી રહ્યા છે. વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, સાયકલ…

થાયલેન્ડ જવા નીકળ્યો

થાયલેન્ડ જવા નીકળ્યો

follow google news

શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ દિલ્હી ના વિકાસ કુમારે પર્યાવરણની સુરક્ષા માટે દિલ્હીથી થાઇલેંડ સાયકલ યાત્રા પર નીકળીને લોકોને જાગૃત કરી રહ્યા છે. વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, સાયકલ ચલાવો બીમારી ભગાડો ના અપીલ સાથે ગોધરા ખાતે પહોંચીને લોકોને જાગૃત કર્યા હતા.

8000km સાયકલ પર કાપશે 
જો કોઈ વ્યક્તિ કંઈક કરવાનો સંકલ્પ કરે છે, તો દરેક વ્યક્તિ તેની ભાવનાને સલામ કરે છે. પર્યાવરણની સુરક્ષા માટે એક સાયકલ સવારે દિલ્હીથી ઇન્દોર સુધીની સાયકલ યાત્રા ઉપર નીકળ્યા છે. આ સાયકલ ચાલકના જુસ્સાને આજે દરેક લોકો સલામ કરી રહ્યા છે. દિલ્હીથી દ્વારકા સોમનાથ, દીવ, ભાવનગર અમદાવાદથી ગોધરા 15 દિવસે 2400 કિલોમીટરની મુસાફરી કરીને પહોંચ્યો હતો. ગોધરા ખાતે વિકાસ કુમારને વિવિધ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. વિકાસ કુમારે સાયકલ ઉપર લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવાને લઈને જાગૃત કર્યા હતા. તેમજ સાયકલ ચાલાવો બીમારી ભગાડો અંગેના સૂત્રના ફાયદાઓથી પણ લોકોને અવગત કરીને સમજ આપી હતી.

જુનાગઢમાં 2000 લીટર દૂધ બજારમાંથી પાછું ખેંચવું પડ્યું, કેમ?

મૂળ શામલી જિલ્લાના બધૈવ કન્નુખેડા ગામના રહેવાસી મહેક સિંહનો પુત્ર વિકાસ કુમાર દિલ્હીમાં રહે છે અને એનજીઓ ‘મંઝિલ’ સાથે સંકળાયેલો છે. તેમની સંસ્થા શિક્ષણ માટે કામ કરે છે. વિકાસ કુમાર દિલ્હીથી થાઇલેંડ 8000 કિલોમીટરનો સફર ચાર મહિનામાં પૂર્ણ કરશે. વિકાસ કુમારે વધુમાં જણાવ્યું કે કોવિડની મહામારી સમયે જ્યારે ઓક્સિજનના અભાવે ગણા લોકો મરી ગયા છે માટે. લોકોને પર્યાવરણની જાળવણી માટે વધુને વધુ વૃક્ષો વાવવા હાકલ કરી હતી.

    follow whatsapp