તલાટી કમ મંત્રીઓની હડતાળનો આવ્યો સુખદ અંત, 5 માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલા તલાટીઓની માંગ આખરે સરકારે માની છે. ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મર્જ અને આજે…

gujarattak
follow google news

અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરેલા તલાટીઓની માંગ આખરે સરકારે માની છે. ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મર્જ અને આજે તલાટી મંડળના પ્રમુખ પંકજ મોદી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું સુખદ પરિણામ આવ્યું છે. તલક્તી કમ મંત્રીઓની પાંચમાંથી ચાર માંગ સ્વીકારી લેવામાં આવી છે. માંગ સ્વીકારતા છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી હડતાળ પાછી ખેંચવામાં આવી છે.

આવતી કાલથી ફરજ પર થશે હાજર
આજે ગાંધીનગર ખાતે પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને એસોસિએશન હોદ્દેદારો તથા પંચાયત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેઓના પ્રશ્નો અને માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા બાદ 2 ઓગસ્ટથી ચાલી રહેલી હડતાળનો સુખદ અંત આવ્યો છે. મંડળ દ્વારા આ હડતાલ પરત ખેંચવાનો નિર્ણય કરાયો છે અને રાજ્યના તલાટી કમ મંત્રી આવતીકાલથી જ પોતાની ફરજ ઉપર હાજર થઈ જશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ સાથે તલાટીઓની એક માંગને લઈને કમિટી બનાવવાની પણ સહમતિ બની છે.

2 ઓગસ્ટથી હતા હડતાલ પર 
રાજ્યના તલાટી મંડળ દ્વારા વિવિધ માંગણીઓને લઈને છેલ્લા 20 દિવસથી એટલે કે 2 ઓગસ્ટથી હડતાળ શરૂ કરવામાં આવી હતી. તલાટીઓ છેલ્લા 20 દિવસથી કામ થી અલગ રહ્યા હતા.  આ હડતાળમાં સમગ્ર રાજ્યના 8,500 તલાટીઓ જોડાયા હતા. જેથી રાજ્યના 18, 700 ગામમાં હડતાળની અસર થઇ હતી. આજે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે બેઠક થતાં તલાટી કમ મંત્રીઓની સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. રાજ્ય સરકારે ચાર માંગો સ્વીકારી લીધી છે, જ્યારે એક મુદ્દે કમિટી બનાવવામાં આવશે તેમ જણાવ્યું છે અને આવતી કાલથી જ તલાટી કમ મંત્રીઓ ફરી કાર્ય પર હજાર થશે.

 

    follow whatsapp